બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Development Commissioner issues circular regarding VCE strike in gujarat

સૂચના / ગ્રામ પંચાયતમાં VCE નિયમિત હાજર ન થાય તો પંચાયતે નવા VCEની નિમણૂંક કરવી: હડતાળ બાબતે વિકાસ કમિશનરનો આદેશ

Dhruv

Last Updated: 04:20 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની ગ્રામ પંચાયતમાં VCEની હડતાળ બાબતે વિકાસ કમિશનરે તલાટીને ગેરહાજર VCEની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે.

  • VCEની હડતાળ બાબતે વિકાસ કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થાનો આદેશ કર્યો
  • પંચાયતને નવા VCEની નિમણૂંક માટે પણ જણાવાયું
  • VCE કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળની કરાઇ છે જાહેરાત

સરકારની યોજનાઓ ગામડાંઓ સુધી પહોંચાડવામાં જેની ભૂમિકા મહત્ત્વની છે તેવાં ગુજરાતના 14 હજાર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (VCE) આજથી હડતાળ પર ઉતરશે. ત્યારે VCE કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત બાદ વિકાસ કમિશનરે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તલાટીને ગેરહાજર VCEની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. તો સાથે VCE નિયમિત હાજર ન થાય તો પંચાયતે નવા VCEની નિમણૂંક કરવા આદેશ અપાયો. ઈ-ગ્રામ કેન્દ્રના કાર્યરત VCEને સંચાલન માટેનો આદેશ કરાયો છે.

VCE કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરાઇ છે

તમને જણાવી દઇએ કે, VCEના સ્થાને આજે તલાટીઓ સેન્ટર સંભાળશે. VCE ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. VCE કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરાઇ છે. આથી, સત્યાગ્રહ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. VCE કર્મચારીઓ 16 વર્ષથી 1 રૂપિયો કમિશન નોકરી કરે છે. અગાઉ સરકારે VCE કર્મચારીઓ સાથે બેઠક કરીને આ મામલે આશ્વાસન આપ્યું હતું. 6 મહિનો વિત્યો હોવા છતાં કોઇ જ નિરાકરણ ન આવતા તેઓએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. નિયત પગાર ધોરણ નક્કી કરવામાં આવે તેવી VCE દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જોબ સિક્યોરિટી અને અન્ય સરકારી નોકરી જેવાં લાભ મળે તેવી VCE દ્વારા માંગ કરાઇ રહી છે.

અમને નિયત પગાર ધોરણ પર લેવામાં આવે

નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય ગ્રામપંચાયત કમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રી પંકજ પરમારે જણાવ્યું હતું કે, 'રાજ્યમાં 11,000થી પણ વધુ VCE ગ્રામપંચાયતમાં ફરજ બજાવી રહ્યાં છે. અમારી માંગણી છે કે, સરકાર મામૂલી કમિશન ચૂકવે છે અને તે પણ અનિયમિત મ‌ળે છે. અમને નિયત પગાર ધોરણ પર લેવામાં આવે. જોબ સિક્યોરિટી અને સરકારી લાભો મ‌ળવા જોઇએ. બે વર્ષ પહેલાં અમે આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી તેમ છતાં હજુ સુધી અમારા પ્રશ્નો ઉકેલાયા નથી.'

જુઓ VCE કર્મીઓ શું કામ કરે છે?

  • અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી છે
  • રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે
  • તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે
  • રાજ્ય સરકારની તમામ યોજાનાની કામગીરી કરે છે
  • સર્વેને લગતી ડિજિટલ કામગીરી કરે છે
  • ડિજિટલ સેવા સેતુને લગતી કામગીરી કરે છે
  • મહેસૂલ વિભાગની કામગીરી VCE કર્મી કરે છે
  • નાગરિક અને અન્ન પુરવઠા વિભાગની કામગીરી
  • ચૂંટણીને લગતી કામગીરી પણ VCE કર્મી કરે છે
  • સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને લગતી કામગીરી
  • પંચાયતને લગતી કામગીરી VCE દ્વારા કરવામાં આવે છે

VCE કર્મીઓની શું છે માંગ?

  • ગ્રામ પંચાયતોમાં VCE કર્મીઓને કમિશન મળે
  • સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે
  • VCE કર્મીને પગાર ધોરણ આપવામાં આવે
  • VCE કર્મીઓ સાથે થતો ભેદભાવ દૂર કરવામાં આવે
  • VCE કર્મીને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ