મેઘતાંડવ / દેવભૂમિ દ્વારકામાં બારે મેઘ ખાંગા, રાવલ શહેર સંપર્ક વિહોણું, 25 હજાર લોકો જોખમમાં, મંદિરની ધ્વજા થઇ ખંડિત

Devbhoomi Dwarka Raval city flood waters rain in gujarat

સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં 87 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. જેમાં ગુજરાતમાં ચોમાસાનો 25% વરસાદ થયો છે. જેમાં દ્વારકામાં સરેરાશ વરસાદ 90 ટકા નોંધાયો છે. તેવામાં  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ મુશળધાર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ દ્વારકા જીલ્લામાં ખાબક્યો છે. તો ભારે વરસાદથી ખંભાળિયાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. તો તમામ ડેમ પણ ઓવરફ્લો થયા છે. તો કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે, કેટલાક કાચા મકાનોની દિવાલો પણ ઢળી ચૂકી છે. ત્યારે દ્વારકાના કેટલાક ગામ પણ ભારે વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ