Video / ગીતા રબારીના ડાયરામાં થઇ જમાવટ, લોકડાયરામાં ઉડ્યા લાખો રૂપિયા

નવસારીમાં ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો છે. જલાલપોર તાલુકાના આર્ટ ગામમાં શ્રી અંબેશ્વરી માતાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં ગીતા રબારી પર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. લોકોએ 2 લાખથી વધારે રૂપિયા ડાયરામાં ઉડાવ્યા હતા. જેમાં 10 રૂ.થી લઇને 200 રૂ.ની નોટો ઉડી હતી. અન્ય તરફ NRI મહિલાઓએ પણ ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ