બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / deltacron combination of omicron and delta variant seen in Cyprus here are the details

Deltacron Variant / લ્યો! વળી આવી ગયો નવો વેરિયન્ટ, ડેલ્ટા અને ઓમિક્રોનનો દીકરો, ડેલ્ટાક્રોન! આ દેશમાં નોંધાયા 25 કેસ

Mayur

Last Updated: 11:50 AM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનાં એક પછી એક નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે તેમાં વધુ એક વેરિયન્ટ ઉમેરાયો છે. આ વેરિયન્ટનું નામ ડેલ્ટાક્રોન છે જેના અત્યાર સુધીમાં તો 25 કેસ નોંધાઈ ચૂક્યા છે.

  • સાયપ્રસમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ 
  • ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ બંને સાથે 
  • ડેલ્ટાક્રોનના 25 કેસ જોવા મળ્યા 

કોરોનાના નવા નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે, જેના કારણે આ મહામારીને લઈને આશંકાઓ વધુ ઘેરી બની રહી છે. હવે સાયપ્રસથી સમાચાર છે કે ત્યાં ઓમિક્રોન અને ડેલ્ટાનો સમાવેશ થતો એક નવો કોરોના વેરિઅન્ટ મળી આવ્યો છે.

ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સનું સંયોજન

ઓમિક્રોન એ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો કોરોના પ્રકાર હોવાનું કહેવાય છે, જ્યારે ડેલ્ટાએ ગયા વર્ષે ઘણા દેશોમાં તબાહી મચાવી હતી. આવી સ્થિતિમાં તેમના મિશ્રિત નવા વેરિઅન્ટમાં શું જોખમ હશે, તેનો અંદાજ લગાવી શકાય છે. બ્લૂમબર્ગ ન્યૂઝ અહેવાલ આપે છે કે સાયપ્રસના એક સંશોધકે હવે નવો વેરિયન્ટ શોધ્યો છે જે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સનું સંયોજન હોવાનો દાવો કરવામાં આવે છે.

સાયપ્રસમાં જોવા મળ્યા 25 દર્દીઓ 

સાયપ્રસ યુનિવર્સિટીના બાયોલોજીના પ્રોફેસર લિયોન્ડિઓસ કોસ્ટ્રિક્સે તેના ઓમિક્રોન જેવા આનુવંશિક લક્ષણો અને ડેલ્ટા જેવા જીનોમને કારણે તેનું નામ 'ડેલ્ટાક્રોન' રાખ્યું છે. રિપોર્ટ અનુસાર સાયપ્રસમાં અત્યાર સુધીમાં ડેલ્ટાક્રોનના 25 દર્દીઓ મળી આવ્યા છે. જો કે, આ વેરિઅન્ટ કેટલું ઘાતક છે અને તેની શું અસર થશે તે કહેવું બહુ વહેલું છે.


કોસ્ટ્રિક્સે કહ્યું કે અમે શોધીશું કે નવો વેરિયન્ટ અગાઉના બંને કરતાં વધારે ભયાનક છે કે નહીં. કે પછી તે ઓછો ગંભીર છે. સિગ્મા ટીવી સાથેની ચર્ચામાં તેમણે કહ્યું હતું કે ઓમિક્રોન ડેલ્ટાક્રોન કરતાં વધુ ચેપી લાગે છે. આ સંશોધકોએ તેમના અભ્યાસના પરિણામો 'GISaid'ને મોકલ્યા છે, જે ઈન્ફેક્શન ડેટાને ટ્રેક કરતી આંતરરાષ્ટ્રીય ડેટા બેઝ છે.


અમેરિકામાં દરરોજ સરેરાશ છ લાખ નવા કેસ 
ડેલ્ટાક્રોન વેરિઅન્ટ એવા સમયે આવે છે જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં કોવિડ-19ના તાજા કેસોમાં સૌથી પ્રભાવી દેખાઈ રહ્યો છે.  અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં સરેરાશ 6 લાખથી વધુ નવા સંક્રમણ જોવા મળી રહ્યા છે. શુક્રવારે, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે પાછલા અઠવાડિયાની તુલનામાં કેસોમાં 72 ટકાનો વધારો થયો છે. મહામારીના સમયગાળા દરમિયાન આ એક રેકોર્ડ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ