બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / આરોગ્ય / delta form is not able to escape the antibodies produced by the anti covid vaccination

કોરોના વાયરસ / અમેરિકન સ્ટડીમાં થયો મોટો ખુલાસો, ડેલ્ટા વેરિયન્ટ પર આ રીતે અસર કરશે વેક્સિન

Dharmishtha

Last Updated: 10:51 AM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ઘાતક હોવા છતાં કોરોનાની વેક્સિન તેના પર પણ અસર કરી શકે છે. તાજેતરમાં થયેલ એક સ્ટડીમાં આવો દાવો કરવામાં આવ્યો હતો.

  • ડેલ્ટા વેરિએન્ટ રસીની એન્ટીબોડીથી બચી નથી શકતો
  • અમેરિકન સ્વાસ્થ્ય વિભાગે બૂસ્ટર ડોઝ ભલામણ કરી
  • એવા કોઈ પુરાવા નથી મળતા કે ડેલ્ટા વેરિએન્ટ રસીને હરાવી શકે 

ડેલ્ટા વેરિએન્ટ રસીની એન્ટીબોડીથી બચી નથી શકતો

ડેલ્ટા સ્વરુપ કોવિડની રસીથી ઉત્પન્ન એન્ટીબોડીથી બચવામાં સક્ષમ નથી. આ વાત ‘ઈમ્યૂનિટી’ મેગેજીનમાં પ્રકાશિત અધ્યયન રિપોર્ટમાં કહેવામાં આવી છે. તેનાથી એ વ્યાખ્યા કરવામાં મદદ મળી શકે છે કે રસીકરણ કરાવી ચૂકેલા મોટાભાગના લોકો ઘાતક ડેલ્ટા સ્વરુપના સંક્રમણથી બચી નિકળવામાં કેમ સફળ રહ્યા. આ અધ્યયન અમેરિકા સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના અનુસંધાનકર્તાઓએ કર્યો. જેમાં ફાઈઝરને કોવિડની રસી લઈ ચૂકેલા લોકોના શરીરમાં એન્ટીબોર્ડીનું આકલન કરવામાં આવ્યુ. અધ્યયનમાં જોવા મળ્યુ કે કોરોનાના ડેલ્ટા સ્વરુપ કોવિડ રસીકરણથી ઉત્પન્ન એન્ટીબોડીઝથી બચી નિકળવામાં સક્ષમ નથી.

એવા કોઈ પુરાવા નથી મળતા કે ડેલ્ટા વેરિએન્ટ રસીને હરાવી શકે 

વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અસોસિયેટ પ્રોફેસર અને શોધના કો- સિનિયર ઓથર જૈકો બૂને કહ્યું, ડેલ્ટાના અન્ય વેરિએન્ટ્સને પાછળ છોડી દીધા છે. જેને મતલબ એ નથી કે આ અન્ય પ્રકારની સરખામણીમાં એન્ટીબોડી પર તેજ હુમલો કરશે. તેમણે કહ્યું કે આ વાતના કોઈ પુરાવા નથી મળતા કે ડેલ્ટા વેરિએન્ટ રસીને હરાવી શકે છે.

અમેરિકન સ્વાસ્થ્ય વિભાગે બૂસ્ટર ડોઝ ભલામણ કરી

બીજી તરફ અમેરિકન સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે તમામ અમેરિકનોને કોરોનાની રસીના બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી. જેથી સંક્રમણથી તેમની સુરક્ષા વધારી શકાય. અધિકારીઓએ આ ભલામણ એવા સમયે કરી છે જ્યારે દેશમાં ડેલ્ટાના મામલામાં વધારાની સાથે એવા સંકેત મળ્યા છે કે રસીની અસરકારકતા ઓછી થઈ રહી છે.

ક્યારે લેવો બૂસ્ટર ડોઝ

Centers for Disease Control and Preventionના ડિરેક્ટર અને અન્ય મુખ્ય અધિકારી દ્વારા ઉલ્લેખનીય યોજના, લોકોને ફાયઝર અથવા મોર્ડનાની રસીના બીજા ડોઝ લીધાના 8 મહિના બાદ વધારે ડોઝ લેવાની ભલામણ કરી છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે જે લોકોએ જોનસન એન્ડ જોનસનની એક ડોઝ વાળી રસી લીધી છે તેમને કદાચ વધારે ડોઝની જરુર રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ