બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / delta and omicron the entry of new variants deltacron

ચિંતા વધી / ઓમિક્રૉન બાદ કોરોનાના વધુ એક વેરિયન્ટે વધાર્યું ટેન્શન, આ લક્ષણ દેખાય તો થઈ જજો અલર્ટ!

Premal

Last Updated: 03:43 PM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને બે વર્ષથી વધુનો સમય વિતી ગયો છે. ત્યારબાદ એક પછી એક નવા વેરિએન્ટ સામે આવી રહ્યાં છે. ડેલ્ટા અને ઓમિક્રોન બાદ હવે નવો વેરિએન્ટ ડેલ્ટાક્રોન આવી ગયો છે. આ ડેલ્ટા અને ઓમિક્રોનથી મળીને બનેલો એક હાઈબ્રિડ સ્ટ્રેન છે.

  • ડેલ્ટા અને ઓમિક્રોન બાદ હવે નવો વેરિએન્ટ ડેલ્ટાક્રોન આવ્યો
  • ડેલ્ટા અને ઓમિક્રોનથી મળીને બનેલો એક હાઈબ્રિડ સ્ટ્રેન
  • આરોગ્ય નિષ્ણાંતો અને લોકોની ચિંતામાં થયો વધારો 

ડેલ્ટા અને ઓમિક્રોન જેવો નવો વેરિએન્ટ

બ્રિટનમાંથી ડેલ્ટાક્રોનના અમુક કેસો સામે આવ્યાં છે, જેણે એક વખત ફરીથી આરોગ્ય નિષ્ણાંતો અને લોકોની ચિંતા વધારી દીધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે કેટલાંક યુરોપીયન દેશો ફ્રાન્સ, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં આ નવા ડેલ્ટાક્રોન વેરિએન્ટના કેટલાંક કેસો સામે આવ્યાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટાક્રોનનો જેનેટિક બેકગ્રાઉન્ડ ડેલ્ટા વેરિએન્ટ જેવો છે, આ સાથે તેમાં ઓમિક્રોન જેવા અમુક મ્યુટેશન પણ છે. તેથી તેને ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે. ઓમિક્રોનને અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો કોરોના વેરિએન્ટ ગણાવવામાં આવ્યો છે, જ્યારે ડેલ્ટા વેરિએન્ટનો ગયા વર્ષે ઘણા દેશોમાં કહેર દેખાયો હતો. 

ડેલ્ટા અને ઓમિક્રોનનો હાઈબ્રિડ વેરિએન્ટ છે ડેલ્ટાક્રોન 

નિષ્ણાંતો મુજબ આ એક સુપર-મ્યુટન્ટ વાયરસ જેનુ વૈજ્ઞાનિક નામ BA.1 + B.1.617.2 છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ડેલ્ટા અને ઓમિક્રોનથી મળીને એક હાઈબ્રિડ સ્ટ્રેન છે, જેને સૌથી પહેલા સાઇપ્રસના રિસર્ચરોએ ગયા મહિને શોધ્યો હતો. તે સમયે વૈજ્ઞાનિકોએ આ લેબમાં થયેલી એક ટેકનિકલ ભૂલ સમજી હતી. પરંતુ હવે દુનિયાભરમાંથી તેના કેસો સામે આવી રહ્યાં છે.

ડેલ્ટાક્રોનના લક્ષણ

યુરોપની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અત્યારે ડેલ્ટાક્રોનને તપાસી રહી છે. એવામાં હજી આ વાતની જાણકારી મેળવવી ખૂબ મુશ્કેલ છે પરંતુ મોટાભાગના મામલામાં આ લક્ષણ જોવા મળ્યાં છે. 

તાવ
કફ
સુંઘવાની ક્ષમતામાં ઘટાડો થવો અથવા સુંગધ ના આવવી
નાકમાંથી સતત પાણી આવવુ
થાક અનુભવવો
માથાનો દુ:ખાવો
શ્વાસ લેવામાં મુશ્કેલી
સ્નાયુઓ અથવા શરીરમાં દુ:ખાવો
ગળામાં ખરાશ, ઉલ્ટી અને ડાયેરિયા 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ