બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Delhi Sees Over 3,000 Covid Cases In A Day After 7 Months Amid Omicron Scare

મહામારી / રાજધાની દિલ્હીમાં યલો એલર્ટનો ફિયાસ્કો, કોરોના બેકાબુ બન્યો, એક દિવસમાં નોંધાયા 3194 કેસ

Hiralal

Last Updated: 06:33 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા યલો એલર્ટનો ફિયાસ્કો થયો છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 3194 કેસ નોંધાયા છે.

  • દિલ્હીમાં કોરોના બન્યો બેકાબુ
  • એક દિવસમાં કોરોનાના નવા 3194 કેસ 
  • કોરોનાને નાથવા લગાડવામાં આવેલ યલો એલર્ટ નિષ્ફળ રહ્યું

દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. રવિવારે રાજધાનીમાં 3194 કોવિડ-19 દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 1156 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે ગંભીર બાબત એ છે કે દિલ્હીમાં કોરોના ઇન્ફેક્શનનો દર 4.59 ટકા સુધી પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિન અનુસાર દિલ્હીમાં હાલ 8,397 સક્રિય કોવિડ-19 દર્દીઓ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 14,20,615 દર્દીઓ કોરોના પોઝિટીવ છે. 

યલો એલર્ટ નિષ્ફળ રહ્યું
કોરોનાને નાથવા લગાડવામાં આવેલ યલો એલર્ટ પણ નિષ્ફળ રહ્યું હોવાનું સ્પસ્ટ જણાઈ રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા હતા. કોરોના ફરી અનિયંત્રિત રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે લોકડાઉન જેવા પગલાંના ભણકારા વાગી રહ્યા છે.કોરોનાનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં કેસ સંખ્યા જે ઝડપથી વધી રહી છે તે જોતાં હવે ત્રીજી લહેર બેકાબૂ બનશે તેવી આશંકા છે. હાલ તો કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ 1500 ને પાર પહોંચી ગયા હોવાથી સ્વાસ્થ્ય મંત્રાલય સહિત રાજ્યોના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. 

દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1.22 લાખ થઈ 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને એક લાખ 22 હજાર 801 થઈ ગઈ છે. અને કોરોનાનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 81 હજાર 770 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 9249 દર્દીઓની રિકવરી થઈ હતી, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 42 લાખ 84 હજાર 561 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ