બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Delhi reports 4 more Omicron cases, india total cases is now 78

મહામારી / ભારતમાં ઓમિક્રોનનો કેર વધવા લાગ્યો, આજે દિલ્હીમાં 4, ગુજરાતમાં-1, કેસ, દેશમાં 78 દર્દી સંક્રમિત

Hiralal

Last Updated: 02:50 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હવે ઓમિક્રોન વેરિયન્ટનો કેર વધતો જાય છે. ગુરુવારે દિલ્હીમા 4 અને ગુજરાતમાં 1 કેસની સાથે કુલ કેસનો આંકડો 78 થયો છે.

  • ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટે જોર પકડ્યું
  • ગુરુવારે દિલ્હીમાં નોઁધાયા વધુ 4 કેસ, કુલ કેસ 10
  • ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 78 કેસ 

દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટનો કેર દેશમાં વધી રહ્યો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં ૪ નવા ઓમિક્રોન દર્દીઓ નોંધાયા હતા. આ સાથે દિલ્હીમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. દિલ્હી ઉપરાંત ગુજરાતમાં પણ ઓમિક્રોનનો નવો કિસ્સો સામે આવ્યો છે.

ઓમિક્રોન ભારતના 11 રાજ્યોમા પહોંચ્યો

ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે કર્ણાટક આવ્યો હતો. ત્યારથી તે દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયો છે દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૭૮ કેસ નોંધાયા છે. દિલ્હી મહારાષ્ટ્ર (32), રાજસ્થાન (17) પછી ત્રીજા ક્રમે છે, જ્યાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.

હજુ વધારે રાજ્યોમાં ફેલાશે-નિષ્ણાંતની ચેતવણી 

હાલમાં ઓમિક્રોન વેરિયન્ટ દેશના 11 રાજ્યોમાં પહોંચી ચૂક્યો હોવાથી હવે આગામી સમયમાં વધુ રાજ્યોમાં ફેલાશે કારણ કે ઓમિક્રોન ડેલ્ટા કરતા પાંચ ગણો ચેપી છે તેથી આગામી દિવસોમાં નવા રાજ્યોમા ફેલાય તેવી પૂરી સંભાવના નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. 

ગુજરાતમાં પણ ઓમિક્રોનમાં વધુ એક કેસ નોંધાયો, ટોટલ કેસ-5 

ગુજરાતને ઓમિક્રોનનો વધુ એક નવો કેસ મળ્યો છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. ઓમિક્રોન કેસ વડનગરમાં આવ્યો છે, જ્યાં એક મહિલા નવા વેરિએન્ટથી સંક્રમિત મળી આવી છે. આ મહિલા કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી નથી. પરંતુ તાજેતરમાં મહિલાના સંબંધીઓ ઝિમ્બાબ્વેથી એક પરિવારના નિધનમાં ભાગ લેવા આવ્યાં હતા અને મહિલાને ત્યારે ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. 

કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા દર્દીઓ?

રાજ્ય    કેસ
મહારાષ્ટ્ર-  32
રાજસ્થાન- 17
દિલ્હી-   10
કેરળ- 5
ગુજરાત- 5
કર્ણાટક- 3
તેલંગાણા-2
આંધ્રપ્રદેશ-1
ચંદીગઢ-1
તમિલનાડુ-1
પશ્ચિમ બંગાળ-1

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ