delhi police commissioner from gujarat cadre rakesh asthana can be given ib director responsibility
દિલ્હી /
ગુજરાત કેડરના દિલ્હીના પોલસ કમિશનર રાકેશ આસ્થાનાને હવે મળી શકે છે આ મોટી જવાબદારી
Team VTV01:36 PM, 21 Nov 21
| Updated: 01:37 PM, 21 Nov 21
સીમા સુરક્ષા દળ ( BSF ) ના ડીજી પદ પરથી નિવૃત્ત થયા બાદ દિલ્હી પોલીસ કમિશનર અને ગુજરાત કેડરના 1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાને હવે નવી જવાબદારી મળે તેવી શક્યતા છે.
રાકેશ અસ્થાનાને IB ડિરેક્ટરની નવી જવાબદારી મળે તેવી સંભાવના
BSF ના DG પદેથી નિવૃત્તિ બાદ એક્સટેન્શન
હાલ દિલ્હી પોલીસમાં કમિશનર
ગુજરાત કેડરના 1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ડિરેક્ટરની નવી જવાબદારી મળી શકે છે. સીમા સુરક્ષા દળ (BSF) ના ડીજી પદ પરથી નિવૃત્ત થયાના ત્રણ દિવસ પહેલા 28 જુલાઈએ ગૃહ મંત્રાલયે તેમને દિલ્હી પોલીસ કમિશનર બનવાની નવી જવાબદારી સોંપી હતી. આ સાથે તેમને સેવામાં એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓને દિલ્હી પોલીસમાં માત્ર ત્રણ મહિના જ થયા છે અને હવે તેઓ આઈબીમાં જશે તેવી ચર્ચા છે.
અગાઉ NCB માં હતા
બીએસએફ પહેલા અસ્થાના સીબીઆઈ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં મુખ્ય હોદ્દા પર રહ્યા હતા.
હાલ આસામ-મેઘાલય કેડરના 1984 બેચના IPS અધિકારી અરવિંદ કુમાર IBમાં ડિરેક્ટર છે. એવી ચર્ચા છે કે તેઓને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. અરવિંદ કુમાર અગાઉ આઈબીમાં જ એડિશનલ ડાયરેક્ટર હતા. ડાયરેક્ટર બન્યા બાદ નિવૃત્તિ પહેલા ગયા વર્ષે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
જો સૂત્રોનું માનીએ તો, તેમને એક્સ્ટેંશન આપવા પાછળનો હેતુ કૃષિ કાયદા વિરુદ્ધ થઈ રહેલું પ્રદર્શન હતું. જેનું Intelligence Bureau ડાયરેક્ટર પોતે નિયમિત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમની નિવૃત્તિ પર અસર તેના પર પણ પડી શકે છે.
સેર્વિસનો વધારો સરકાર પર નિર્ભર
રાકેશ અસ્થાના પણ આઈબીમાં જવા ઈચ્છે છે કારણ કે સરકારે તાજેતરમાં જારી કરેલા નવા નિયમ મુજબ, જો તેઓ RAW, IB, CBI, ED અને NIA માં વધુ સારી રીતે કામ કરશે તો તેમના ચીફને પાંચ વર્ષ માટે સર્વિસ એક્સટેન્શન આપવામાં આવી શકે છે.
સેર્વિસનો વધારો કરવો તે સરકાર પર નિર્ભર છે. દિલ્હી પોલીસ અને પેરા મિલિટરી ફોર્સમાં વારંવાર એક્સટેન્શન આપી શકાય નહીં. અસ્થાનાને ઉચ્ચ અધિકારી માનવામાં આવે છે. બહુ ઓછા સમયમાં તેમણે દિલ્હી પોલીસમાં ઘણા મોટા અને સારા નિર્ણયો લીધા હતા એવું માનવામાં આવી રહ્યું છે.
ઘણા અધિકારીઓ પેરેન્ટ કેડરમાં જઈ શકે છે
ઘણા આઈપીએસ અધિકારીઓને તેમના પેરેન્ટ કેડરમાં મોકલવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઓડિશા કેડરના 1987 બેચના IPS સુનિલ બંસલ, જેઓ હાલમાં IBમાં સ્પેશિયલ ડાયરેક્ટર છે, તેમને પેરેન્ટ કેડરમાં મોકલીને ઓડિશાના ડીજી બનાવી શકાય છે. સિક્કિમ કેડરના 1988 બેચના આઈપીએસ એનકે મિશ્રા હાલમાં આઈબીમાં સ્પેશિયલ ડાયરેક્ટર છે, તેમને પેરેન્ટ કેડરમાં મોકલીને સિક્કિમના ડીજી પણ બનાવી શકાય તેવી અટકળો છે.
આવી ફેરબદલ ભૂતકાળમાં પણ થતી રહી છે.
ભૂતકાળમાં પણ દિલ્હી પોલીસના ઘણા કમિશનરોને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. દિલ્હી પોલીસ કમિશનર બાદ અજય રાજ શર્માને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડીજી બનાવવામાં આવ્યા હતા. થોડા વર્ષો પહેલા દિલ્હી પોલીસ કમિશનર બાદ આલોક કુમાર વર્માને પણ CBIના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.