બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Delhi Model vs Gujarat Model AAP 5 MLAs will come to Gujarat

રાજકારણ / દિલ્હી vs ગુજરાત: ઈટાલિયાએ કહ્યું, BJP નેતાઓને અમે આમંત્રણ આપ્યું, આતિશી બોલ્યા કંઈક શીખીને જજો

Dhruv

Last Updated: 03:23 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીના મોડલને દર્શાવી ચૂંટણી પ્રચાર કરી રહી છે તો સામે ભાજપે પણ દિલ્હીના વાસ્તવિક વિકાસનું નિરિક્ષણ કરવા 17 સભ્યોની ટીમ દિલ્હી મોકલી છે.

  • દિલ્હી મોડલ પર રાજકારણ ગરમાયું
  • AAPના 5 ધારાસભ્યો આવશે ગુજરાત
  • ભાજપ નેતાઓએ લીધી દિલ્હીની મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગળાકાપ હરિફાઇઓ ચાલી રહી છે. એવામાં ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ વચ્ચે જે રીતે ટ્વવિટર વૉર શરૂ થયું હતું. દિલ્હીના Dy.CM મનિષ સિસોદિયા શિક્ષણમંત્રીના જ મતવિસ્તાર ભાવનગરમાં જઇને શાળાનું રિયાલિટી ચેકિંગ કર્યું હતું . ત્યારે હવે ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમે દિલ્હીની મુલાકાત લીધી. ત્યારે હવે ભાજપ નેતાઓની દિલ્હી મુલાકાત બાદ AAPના MLA પણ ગુજરાત આવશે.

આગામી 10 દિવસમાં AAPના 5 ધારાસભ્યો ગુજરાત પ્રવાસ કરશે

આગામી 10 દિવસમાં AAPના 5 ધારાસભ્યો ગુજરાત પ્રવાસ કરશે. AAPના ધારાસભ્યો રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં શાળાઓની મુલાકાત લેશે. AAPના ધારાસભ્યો ગુજરાતના અલગ-અલગ વિસ્તારની મુલાકાત લેશે.

ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્હી પહોંચી

મહત્વનું છે કે, ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્હી પહોંચી હતી. જ્યાં તેઓએ દિલ્હીના મહોલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી. ભાજપની ટીમે દિલ્હીની સરકારી સ્કૂલોની પણ મુલાકાત લીધી હતી. દિલ્હી સરકારના દાવાઓ વચ્ચે મહોલ્લા ક્લિનિક અને સ્કૂલોની ભાજપની ટીમે મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ ભાજપ નેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'દિલ્હીનું મોહલ્લા ક્લિનિક મરવા પડ્યું છે. દિલ્હીનું મોહલ્લા ક્લિનિક ગંદકીથી ખદબદે છે.'

અમારા નેતાઓએ ભાજપ નેતાઓને આમંત્રણ આપ્યું હતું: ઇટાલિયા

જો કે, બીજી બાજુ દિલ્હી મોડલ પર રાજકારણ ગરમાતા અમદાવાદમાં AAPની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'દિલ્હીમાં કેજરીવાલે શાનદાર સ્કૂલો બનાવી છે. અમારા નેતાઓએ ભાજપ નેતાઓને આમંત્રણ આપ્યું હતું. આજે ફરીથી ભાજપને આમંત્રણ આપ્યું છે. દિલ્હીમાં અમારા MLA ભાજપના નેતાઓની રાહ જુએ છે.' મહત્વનું છે કે, ગોપાલ ઈટાલિયાએ રમણ વોરાને કોલ કર્યો હતો.

ગુજરાતના ભાજપ ટીમની દિલ્હીની મુલાકાત મામલે દિલ્હીના ધારાસભ્ય આતિશીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું છે, અહીંથી શીખીને જઇ શકે છે કે સરકારી શાળાઓમાં કેવી રીતે સુધારો કરી શકાય!'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ