ચાબહારમાં પાકિસ્તાન-ચીનને ભાગ લેવા અફઘાનિસ્તાનનું ઇજન,ભારત કરશે વિરોધ ?

By : kavan 10:01 PM, 13 March 2018 | Updated : 10:06 PM, 13 March 2018
ભારતે પાકિસ્તાનને સાઈડલાઈન કરવા માટે ચાબહાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.હવે ઈરાને હવે આ પ્રોજેકટમાં પાકિસ્તાન અને ચીનને સામેલ થવા માટે ઓફર કરી છે.પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે ચાબહાર પ્રોજેક્ટમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
  
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ ઈરાનના વિદેશપ્રધાને બંને દેશોને આ પ્રસ્તાવ આપ્યો છે.આ પ્રોજેકટ ભારતની મોટી સિદ્ધિ ગણાય છે. કારણ કે તેમાં ભારતને વ્યૂહાત્મક રીતે ભારે લાભ થવાનો છે.અફઘાનિસ્તાન અને મધ્ય-એશિયાના દેશો સુધી ભારતની પહોંચ આ પોર્ટ થકી થશે. ભારત પાકિસ્તાનમાંથી પસાર થયા વિના જ હવે અફઘાનિસ્તાન પહોંચી શકે છે.

ઈરાનના વિદેશપ્રધાન જવાદ શરીફે ચાબહાર પોર્ટથી ગ્વાદર પોર્ટ સુધીની લિંકના વિકાસ માટે પાકિસ્તાનને આગળ આવવા કહ્યું છે. આ ઉપરાંત ઈરાનના પોર્ટમાં ભારતની સંડોવણી અંગે પાકિસ્તાને વ્યકત કરેલી ચિંતા તેઓ દૂર કરવા માગે છે. ઈરાનના વિદેશપ્રધાન હાલમાં પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે છે.  

ઉલ્લેખનીય છે કે,ઈસ્લામાબાદ ઈન્ટીટયૂટ ઓફ સ્ટ્રેટિજીક સ્ટડીના એક લેક્ચર દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ચીન પાકિસ્તાન આર્થિક રીતે જોડાય તેવી વાત કરી છે.આપને જણાવી દઇએ કે, ચાબહારને ભારત દ્વારા વિકસીત કરવામાં આવી રહ્યું છે અને ચાબહાર પોર્ટમાં પહેલા ફેઝનું કાર્ય પુર્ણ થયું છે. અને ગત વર્ષે તેનું ઉદ્ધાટન કરાયું હતું.

આ પોર્ટને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે નવો રસ્તો ખોલવા માટે કરાયું હતું.જેના કારણે ભારતે પાકિસ્તાન જવાની જરૂર ન રહે અને સીધા અફઘાનિસ્તાનથી રસ્તો મળી રહે. જો કે હવે પાકિસ્તાને આ પ્રોજેકટમાં સમેલ કરશે તો ભારત તેનો ફાળો પરત ખેંચશે કે વાંધો ઉઠાવે તેવી શક્યતા છે. Recent Story

Popular Story