બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Delhi CM Arvind Kejriwal Urges Centre To Allow Booster Doses As Omicron Cases Rise

મહામારી / ઓમિક્રોનને કડકાઈથી કાબુમાં લેવા CM કેજરીવાલનું મોટું એલાન, ગુજરાતે પણ અપનાવવા જેવો લીધો નિર્ણય

Hiralal

Last Updated: 03:42 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોનને કાબૂમાં લેવા માટે ભારતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર પાસે મંજૂરી માગી છે.

  • રાજધાની દિલ્હીમાં વધી રહ્યાં છે ઓમિક્રોનના કેસ 
  • ઓમિક્રોનને કડકાઈથી કાબૂમાં લેવા કેજરીવાલનો મોટો નિર્ણય
  • દિલ્હીમાં કોરોનાના નવા દરેક દર્દીનો ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવશે
  • કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે બૂસ્ટર ડોઝની મંજૂરી માગી

દિલ્હી સરકારે ઓમિક્રોન ટેસ્ટિંગ પર અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજધાની દિલ્હીમાં વધી રહેલા ઓમિક્રોન કેસની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવી જાહેરાત કરી કે દિલ્હીમાં કોરોનાના નવા દરેક દર્દીનો ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવશે. કેજરીવાલની જાહેરાત અનુસાર, દિલ્હીમાં હવે જે પણ કોરોના પોઝિટીવ નીકળશે તેમનો ફરજિયાત ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવશે. 

સીએમ કેજરીવાલે બૂસ્ટર ડોઝ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગી

સીએમ કેજરીવાલે બૂસ્ટર ડોઝ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે. કેજરીવાલે કહ્યું કે રાજધાનીમાં કોવિડના જેટલા પણ પોઝિટીવ કેસ આવી રહ્યાં છે તેમના તમામ સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે  મોકલવામાં આવશે. અત્યાર સુધી ફક્ત એરપોર્ટ પર જ પોઝિટીવ કેસના સેમ્પલ જિનોમ સિકન્વસિંગ માટે મોકલાતા હતા. કેજરીવાલે એવું પણ કહ્યું કે 23 ડિસેમ્બરે હોમ આઈસોલેશન મેનેજમેન્ટ પર હાઈ લેવલ મીટિંગ થશે. કારણ કે ઓમિક્રોનમાં હોમ આઈસોલેશન મોડલની ઘણી જરુર હશે. 

દિલ્હીમાં સોમવારે ઓમિક્રોનના બે કેસ, કુલ કેસ થયા 24 
દિલ્હીમાં સોમવારે ઓમિક્રોનના વધુ 2 કેસ આવ્યાં છે, નવા 2 કેસની સાથે કુલ કેસનો આંકડો 24 પર પહોંચ્યો છે. 

ગુજરાત સહિત બીજા રાજ્યો પણ કેજરીવાલ જેવો નિર્ણય લઈ શકે

દેશમાં આજે જ્યારે ઓમિક્રોનની દહેશત વધી રહી છે અને કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે હવે તેનું કડકાઈથી ટેસ્ટિંગ કરવાની ખરી જરુર આવી છે. કોરોનાના દરેક દર્દીનો ઓમિક્રોન ટેસ્ટ કરાવવાનો કેજરીવાનો નિર્ણય ગુજરાત સહિત બીજા રાજ્યોએ પણ અપનાવવા જેવો છે. તોજ ઓમિક્રોનને અટકાવી શકાશે. 

વેક્સિન લેનાર પણ સંક્રમિત?

દિલ્હીની LNJP હોસ્પિટલના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઓમીક્રોનના 20 દર્દીઓમાંથી 18 દર્દીઓ વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા હતા. જ્યારે બીજા બે દર્દીઓ એક એક ડોઝ લઇ ચૂક્યા હતા છતાં તેમનામાં આઅ વેરિયન્ટ જોવા મળ્યો હતો.  જો કે સારી બાબત એ છે કે આ કેસોમાં ગંભીર લક્ષણો હજુ સુધી દેખાયા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ