બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Defamation notice to Chancellor and General Secretary of Saurashtra University in BBA and BCOM paper leak case

પેપર લીક કૌભાંડ / સૌરાષ્ટ્ર યુનિના કુલપતિને રૂ. 6 કરોડ તો કુલસચિવને 5 કરોડનું વળતર ચૂકવવા બદનક્ષીની નોટિસ, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 04:13 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BBA અને BCOM પેપર લીક કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને બદનક્ષીની નોટિસ પાઠવવામાં આવી છે. એચ.એન શુક્લ કોલેજના નેહલ શુક્લ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં 15 દિવસમાં બદનક્ષી બદલ વળતર ચૂકવવા કહેવામાં આવ્યું છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કૌભાંડનો મામલો
  • HN શુક્લ કોલેજના નેહલ શુક્લ દ્વારા મોકલવામાં આવી નોટિસ
  • કુલપતિ અને કુલસચિવને પાઠવવામાં આવી બદનક્ષીની નોટિસ 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કેસમાં નવો વળાંક આવ્યો છે. એચ.એન શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. નેહલ શુક્લએ કુલપતિ સમક્ષ 6 કરોડ અને કુલસચિવ સમક્ષ 5 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. 

કુલપતિ અને કુલસચિવ સામે બદનક્ષીનો દાવો
એચ.એન શુક્લ કોલેજના નેહલ શુક્લ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં 15 દિવસમાં બદનક્ષી બદલ વળતર ચૂકવવા કહેવાયું છે. સાથે આ નોટિસમાં જાહેર માધ્યમોમાં માફી માંગવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

 

 

 

 

 

 



નોટિસ મામલે કુલપતિ ડો.ગિરીશ ભીમાણીનું નિવેદન
એચ.એન શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લ દ્વારા નોટિસ આપવા મામલે કુલપતિ ડો.ગિરીશ ભીમાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'આ મામલે અમે કાયદાકીય પ્રક્રિયા કરીશું. નોટિસનો હાલમાં અભ્યાસ ચાલુ છે. આગામી દિવસોમાં નોટિસનો અમે જવાબ આપીશું.' 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કર્યો હતો આક્ષેપ 
મહત્વનું છે કે, 12 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBA અને B.COMનું પેપર ફૂટ્યું હતું. ત્યારે આ પેપરલીક કેસને લઈને થોડા દિવસ અગાઉ યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે B.COM અને BBAનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું. જેને લઈ યુનિવર્સિટીએ એચ.એન.શુક્લ કૉલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. 1 ફેબ્રુઆરીએ રાત્રે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે એચ.એન.શુક્લ કોલેજના કર્મચારી એવા પેપર રિસીવર જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. પેપર ફોડવામાં ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લની કોલેજની વરવી ભૂમિકા બહાર આવતા ચકચાર મચી ગઇ હતી. 

નેહલ શુક્લએ ફગાવી દીધા હતા તમામ આરોપો
આ મામલે નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટાર વિરુદ્ધ બદનક્ષી બદલ 5 કરોડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી બદલ 6 કરોડનો દાવો કરીશું. નેહલ શુક્લએ કહ્યું હતું કે, પૂર્વ કુલપતિ પછીના સત્તાધીશોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમને ખોખલી કરી દીધી છે. કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ગિરીશ ભીમાણીએ આંકડાશાસ્ત્ર ભવનમાં રિસીવિંગ સેન્ટર રાખ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષાઓ લેવામાં આવી નથી અને  હવે ત્રણ પરીક્ષાઓ લેવાય છે જે વિદ્યાર્થીઓના હિતમાં પણ નથી. બીજી તરફ એચ.એન.શુક્લ કોલેજના સંચાલક અને કોર્પોરેટર નેહલ શુક્લએ કોલેજ પરના તમામ આરોપો ફગાવી દીધા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ