રણવીર સિંહ OUT, દીપિકા સાથે આ અભિનેતા કરશે રોમાન્સ

By : krupamehta 11:35 AM, 10 August 2018 | Updated : 11:36 AM, 10 August 2018
નવી દિલ્હી: સંજય લીલા ભણસાલી લાંબા સમયથી પ્રયત્નમાં લાગેલા હતા કે એ સલમાન ખાનની સાથે કોઇ પ્રોજેક્ટ કરે. પરંતુ આવું થઇ શક્યું નહીં. હવે ચર્ચા છે કે સલમાન ભણસાલીના પ્રોજેક્ટ ઇન્શાઅલ્લાહમાં કામ કરશે. એમાં સલમાનની ઓપોઝિટ દીપિકા પાદુકોણને કાસ્ટ કરવામાં આવી શકે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત મહિને ભણસાલીએ ફિલ્મનું નામ રજિસ્ટર કરાવ્યું છે. ફિલ્મનો ડ્રાફ્ટ ખતમ કરવા માટે ભણસાલી 6-9 મહિના લેશે. આવતા વર્ષે એ ફિલ્મનું શૂટિંગ ખતમ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર ભણસાલી, દીપિકા અને સલમાનને કાસ્ટ કરવા ઇચ્છે છે. દીપિકા સાથે ભણસાલી ત્રણ ફિલ્મો કરી ચૂક્યા છે. એમાં એ લીડ અભિનેત્રી હતી. તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. 

દીપિકા અને સલમાનની ઓનસ્ક્રીન પેયરિંગ આજ સુધી થઇ શકી નથી. ઘણી વખત એની સાથે કામ કરવાની ચર્ચા થઇ, પરંતુ વાત આગળ વધી શકી નહતી. પ્રશંસકો માટે પણ દીપિકા-સલમાનની જોડીને ઓનસ્ક્રીન જોવી સરપ્રાઇઝ જ હશે. 

જો કે સલમાન હાલ ભારતનાશૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ દબંગ 3નું શૂટિંગ કરશે. બીજી તરફ દીપિકાની પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. એની આ વર્ષે રણવીર સિંહ સાથે લગ્નની ચર્ચા છે. 
 Recent Story

Popular Story