મુંબઇ: સોનમ કપૂરના લગ્નને જલ્દીથી એક મહિનો પૂરો થઇ જશે. પરંતુ ઘણા સ્ટાર્સ એમાં હાજરી આપી શક્યા નહતા. સોનમના લગ્નમાં દીપિકા પાદુકોણને ખૂબ જ મિસ કરવામાં આવી હતી. જો કે દીપિકાના બોયફ્રેન્ડ રણવીર સિંહે સોનમના લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી. હવે દીપિકાને સોનમના લગ્નમાં સામેલ ના થવા પર એમના પિતા અનિલ કપૂરની માફી માંગી છે.
— Deepika Malaysia FC (@TeamDeepikaMY) May 26 2018
સોનમના લગ્ન વખતે દીપિકા કાંસ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા ગઇ હતી. દીપિકાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જેકિયૂ 100 બેસ્ટ મેગહા ઇવેન્ટનો છે આ ઇવેન્ટમાં એ સોનમ કપૂરના પિતા અનિલ કપૂરને મળી. એમને મળતાં જ દીપિકાએ એમને ગળે મળી. દીપિકાને ગળે લગાવતાં જ અનિલ કપૂરે કહ્યું 'મે તને મિસ કરી. એના જવાબમાં દીપિકાએ કહ્યું હા મને ખબર છે કે મને માફ કરી દો હું કાંસમાં હતી.'
જણાવી દઇએ કે અનિલ કપૂરની પુત્રી અને બોલીવુડ સ્ટાર સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા. આ દરમિયાન ખાસ પ્રસંગે ઘણા મોટા બોલીવુડ સુરસ્ટાર હાજર હતા. આ મોટી હસ્તીઓમાં જે એક નામ ગુમ હતું અને એ દીપિકા પાદુકોણ.