બોલિવુડની 'મસ્તાની' એટલે કે દીપિકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ 'છપાક'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસી પણ લીડ રોલમાં જોવા મળશે. શૂટિંગ દરમિયાનના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે તેવામાં વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં દીપિકા અને વિક્રાંત એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં દીપિકા અને વિક્રાંત એક બિલ્ડિંગની છત પર રોમેન્ટિક સીન શૂટ કરી રહ્યા છે. પહેલા વિક્રાંત દીપિકાને ગળે લગાવે છે અને પછી આ બન્નેના કિસિંગ સીનનુ શૂટિંગ થાય છે. તો બીજા વીડિયોમાં વિક્રાંત અને દીપિકાના સીનને બીજા એંગલથી ઝૂમ કરીને લેવામાં આવ્યો છે.
વિડીયોઝમાં જોવા મળે છે કે જ્યારે આ સીન શૂટ થતો હતો ત્યારે આજુબાજુ ખૂબ જ લોકો હતા. જે પોતાના ઘરની આગાસીમાંથી દીપિકા અને વિક્રાંતને જોઇ રહ્યા છે. વાયરલ ક્લિપમાં એવું સંભળાય છે કે, કેવી રીતે વિક્રાંત અને દીપિકા જ્યારે કિસ કરે છે ત્યારે લોકો શોર મચાવી રહ્યા છે અને કેટલાક લોકો તો કમેન્ટ કરી રહ્યા છે કે, ''બચ્ચે કો મત દિખાઓ, કુછ ઔર હી ચલ રહા હે.''
આ સિવાય દીપિકા અને વિક્રાંતે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દીપિકાનો 'છપાક'નું લૂક પોસ્ટર પણ શૅર કર્યો છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સાચી ઘટના પર આધારિત છે. આ ફિલ્મને 'રાઝી' ફેમ ડિરેક્ટર મેઘના ગુલઝાર ડિરેક્ટ કરી રહ્યા છે.