બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Decision on Rajasthan CM will be taken by Cong president Sonia Gandhi in a day or two: K C Venugopal

રાજનીતિ / બળવાનો બદલો ! કોંગ્રેસ અધ્યક્ષ પદ ગયું હવે ગેહલોતની CMની ખુરશી પર ખતરો, દિગ્ગજ નેતાનું નિવેદન

Hiralal

Last Updated: 06:17 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન સંકટ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી હટાવી તેવી શક્યતા છે.

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલનું નિવેદન
  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજસ્થાનના સીએમનો નિર્ણય લેશે
  • 2 દિવસમાં સોનિયા ગાંધી જાહેર કરશે નિર્ણય
  • અશોક ગેહલોતનો અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈન્કાર

રાજસ્થાનના નવા સીએમની જાહેરાત પહેલા જ ધારાસભ્યના બળવાના સૂત્રધાર ગણાતા અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષનું પદ ગુમાવી ચૂક્યાં છે અને હવે તેમની સીએમની ખુરશી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે અને હવે કોંગ્રેસના સિનિયર નેતા કેસી વેણુગોપાલે એક મોટું નિવેદન આપતાં એવું કહ્યું કે સોનિયા ગાંધી એક કે બે દિવસમાં રાજસ્થાનના સીએમ પર નિર્ણય લેશે.  
વેણુગોપાલે કહ્યું કે આવતીકાલે સાંજ સુધી રાહ જુઓ, અંતિમ નામોની યાદી તમારી સામે હશે. કોંગ્રેસના સૂત્રોનું માનવું છે કે, ગેહલોત સમર્થકોના વર્તનથી હાઇકમાન્ડ નારાજ છે. 

અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે 
અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધું છે. છેલ્લી ઘડીએ અધ્યક્ષની ચૂંટણી ન લડવાના ગેહલોતોના નિર્ણયને કારણે રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. હકીકતમાં અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત બાદ આવો નિર્ણય જાહેર કર્યો હતો અત્યાર સુધી તો તેઓ ચૂંટણી લડી રહ્યાં છે તેવું પણ કહેવામાં આવતું હતું. ખુદ ગેહલોતે કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવાના છે પરંતુ હવે અચાનક તેમણે સામે આવીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. 

જે બન્યું તેનાથી આત્મા કકળી ઉઠ્યો, એટલે નહીં લડું ચૂંટણી- ગેહલોત 
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે જે રીતે 50 વર્ષમાં હું ઈન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ હતો, મારી પર હંમેશા વિશ્વાસ રાખીને જવાબદારી સોંપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ નક્કી કરીને મને જવાબદારી સોંપી હતી પરંતુ પછીથી જે બન્યું તે જાણીને મારો આત્મા કકળી ઉઠ્યો હતો અને આખા દેશમાં ખોટો મેસેજ ગયો કે હું મુખ્યમંત્રી તરીકે પણ ચાલુ રહેવા માગું છે. આ માટે મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. હું કોંગ્રેસનો વફાદાર છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ