બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / decision on punishment of five convicts including ram rahim today

સજા / રણજીત મર્ડર કેસ : ડેરામુખી સહિત 5 ગુનેગારોની સજા પર નિર્ણય આજે, પંચકુલામાં કલમ 144 લાગૂ

Dharmishtha

Last Updated: 10:12 AM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણજીત સિંહ હત્યાકાંડમાં 19 વર્ષ બાદ સોમવારે પંચકુલામાં સીબીઆઈની વિશેષ કોર્ટ ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ સહિત પાંચેય આરોપીઓને સજા સંભળાવી શકે છે.

  • રણજીત સિંહ હત્યાકાંડમાં 19 વર્ષ બાદ સજા સંભળાવી શકે છે કોર્ટ
  • ગુરમીત રામ રહીમ સિંહ સહિત પાંચેય ગુનેગાર
  • ડીસીપીએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી 

 રણજીત સિંહ હત્યાકાંડમાં 19 વર્ષ બાદ સજા સંભળાવી શકે છે કોર્ટ

બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડ મામલામાં 19 વર્ષ બાદ સોમવારે પંચકુલામાં સીબીઆઈની વિશેષ કોર્ટ ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ સહિત પાંચેય આરોપીઓને સજા સંભળાવી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીસીપીએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. કોઈ પણ પ્રકારના તેજ ધારદાર હથિયારને ચાલવા પર પ્રતિબંધ છે. શહેરમાં કુલ 17 નાકા બંધી કરાશે અને 700 જવાન તૈનાત થશે. સીબીઆઈ કોર્ટ પરિસર અને ચારેય પ્રવેશદ્વાર પર આઈટીબીપીની ચાર ટુકડિયો તૈનાત થશે.

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સીબીઆઈ કોર્ટમાં રજૂ થશે ગુનેગારો

રણજીત સિંહ હત્યાકાંડના મુખ્ય આરોપી ડેરામુખી ગુરમીત  રામ રહીમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સીબીઆઈ કોર્ટમાં રજૂ થશે. જ્યારે અન્ય ચાર આરોપી કૃષ્ણ કુમાર, અવતાર, જસવીર અને સબદિલને પોલીસે કડક સુરક્ષામાં કોર્ટમાં પ્રત્યક્ષ રુપથી રજૂ કરશે.

 ગુરમીતે સજાથી બચવા કરી દયાની અરજી 

મામલામાં 12 ઓક્ટોબરે સીબીઆઈ કોર્ટ સજા સંભળાવવાની હતી. પરંતુ ગુનેગાર  ગુરમીત તરફથી હિંદી ભાષામાં 8 પેજની અરજી લખીને સજામાં દયાની અરજી કરવામાં આવી હતી. તેમની અરજીમાં પોતાની બિમારીઓ અને સામાજિક કાર્યોના હવાલો આપ્યો હતો. દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે 18 ઓક્ટોબર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

તપાસ એજન્સીઓ થઈ તૈનાત

હત્યાકાંડમાં સજા સંભળાવાને લઈને પોલીસ, સીઆઈડી, આઈબી સહિત તમામ તપાસ એજન્સીઓ તરફથી પંચકુલાના ખૂણે ખૂણા પર નજર રાખવામાં આવશે. ત્યારે પોલીસના જવાનો પણ સાદા કપડામાં તૈનાત રહેશે. પોલીસ તરફથી તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવશે.

આ કલમોમાં કોર્ટે જાહેર કર્યો ગુનેગાર

રણજીત સિંહ હત્યાકાંડ મામલામાં ગત 8 ઓક્ટોબરે ગુરમીત અને કૃષ્ણા કુમારને કોર્ટે આઈપીસીની કલમ 302(હત્યા), 120 બી (ગુનાહિત ષડયંત્ર રચવા) હેઠળ ગુનેગાર ઠરાવ્યા છે. ત્યારે અવતાર, જસવીર અને સબદિલને કોર્ટે આઈપીસીની કલમ 302 (હત્યા), 120 બી  (ગુનાહિત ષડયંત્ર રચવા) હેઠળ ગુનેગાર ઠરાવ્યા છે. 

પંચકુલા ડીસીપી મોહિત હાંડાએ કહ્યું કે , પોલીસ તરફથી 17 નાકા બંધી લગાવીને જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ જગ્યાએ પોલીસ તરફથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અને આઈટીબીપીના જવાન કોર્ટ સહિત તમામ જગ્યાએ તૈનાત કરશે. પંચકુલાની સુરક્ષા વ્યવસ્થાને કડક કરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ