બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / deaths hospitalisation can go up due to omicron warns europes health agency

કોરોના વાયરસ / ઓમિક્રોનથી થશે મોતમાં વધારો અને હોસ્પિટલમાં વધશે ભીડ, યુરોપીય એજન્સીએ આપી ચેતવણી

Dharmishtha

Last Updated: 09:43 AM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે મોત અને હોસ્પિટલાઈઝેશન વધી શકે છે.

  • યુરોપમાં ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર વધી શકે છે
  • ઓમિક્રોનના નવા વર્ઝને ચિંતા વધારી  
  • યુરોપીય દેશોમાં ઓમિક્રોનના કુલ 274 મામલા સામે આવ્યા 

 યુરોપમાં ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર વધી શકે છે

યુરોપીય હેલ્થ એજન્સીએ ચેતવણી આપી છે કે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે મોત અને હોસ્પિટલાઈઝેશન વધી શકે છે. યુરોપિયન સેન્ટર ફોર ડિઝીઝ પ્રોટેક્શન એન્ડ કન્ટ્રોલનું કહેવું છે કે આવતા અઠવાડિયામાં યુરોપમાં ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર વધી શકે છે. એજન્સીએ વેક્સીનેશનની ધીમી સ્પીડ પર ચિંતા જારી કરતા કહ્યું કે ઓમિક્રોનના તેજ પ્રસારની પાછળનું કારણ બની શકે છે. એજન્સીના રસીકરણની ધીમી સ્પીડ પર ચિંતા કરતા કહ્યું છે કે ઓમિક્રોનના તેજ પ્રચારની પાછળ મુખ્ય  કારણ એ પણ બની શકે છે. ECDCના ડાયરેક્ટર એન્ડ્રિયા એમોને કહ્યું છે કે વર્તમાન સ્થિતિને ઓમિક્રોન વેરિએન્ટના ઉભરવા અને વધારે ચિંતાજનક બનાવી દીધું છે.

યુરોપીય દેશોમાં ઓમિક્રોનના કુલ 274 મામલા સામે આવ્યા 

હકિકતે આ સમયે 19 યુરોપીય દેશોમાં ઓમિક્રોનના કુલ 274 મામલા સામે આવ્યા છે. ગત નવેમ્બર મહિનાથી મહાદ્વીપમાં કોરોનાના મામલા વધવાના શરુ થઈ ગયા છે. આનાથી ગંભીર વાત એ છે કે કોરોનાના કારણે મોતાના આંકડા પણ વધ્યા છે. ફ્રાન્સમાં અઠવાડિક મોતના આંકડા 61 ટકા સુધી વધી ગયા છે. ત્યારે યુનાઈટેડ કિંગડમમાં 3 ટકા તો સ્વિઝરલેન્ડ અને સ્લોવાકિયામાં 35 ટકા વધારો થયો છે. પુર્તગાલમાં 49 ટકાનો વધારો થયો છે.

ઓમિક્રોનના નવા વર્ઝને ચિંતા વધારી  

હવે ECDCની ચિંતા એ છે કે ઓમિક્રોન વેરિએન્ટના પ્રભાવના કારણે દર્દીની સંખ્યામાં તેજીથી વધારો થઈ શકે છે. ચિંતા ફક્ત ઓમિક્રોન સુધી જ સીમિત નથી. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુનાઈટેડ કિંગડમમાં વૈજ્ઞાનિકોને ઓમિક્રોનનો એક એવું વર્ઝન પણ મળ્યું છે. જે સામાન્ય  RT-PCR ટેસ્ટને છેતરવામાં સક્ષમ છે.

 અત્યાર સુધી રસી તમામ વેરિએન્ટ પર કારગત છે 

જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફ હાજર કોરોનાની રસી પર ભરોસો દર્શાવ્યો છે. સંગઠન કહ્યું છે કે આની ઓછી આશંકા છે કે ઓમિક્રોન વેરિએન્ટ હાજર રસીથી મળનારી સુરક્ષાને છેતરવામાં સક્ષમ છે.  WHOની ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રાયને કહ્યું છે અત્યાર સુધી રસી તમામ વેરિએન્ટ પર કારગત છે અને ઓમિક્રોનના મામલામાં પણ એવું જ થવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ