બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Death of Pervez Musharraf: A long-running treatment in Dubai

BIG BREAKING / પરવેઝ મુશર્રફનું મૃત્યુ: પાકિસ્તાનમાં બંદૂકના જોરે કર્યું હતું રાજ, નવાઝને હટાવી કર્યું હતું તખ્તાપલટ

Priyakant

Last Updated: 11:50 AM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની મીડિયા મુજબ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી પરવેઝ મુશર્રફની સારવાર

  • પાડોશી દેશ પકિસ્તાનથી એક મોટા સમાચાર
  • પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન
  • લાંબા સમયથી બીમાર હતા પરવેઝ મુશર્રફ 
  • દુબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી પરવેઝ મુશર્રફની સારવાર

પાડોશી દેશ પકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. જેને લઈ દુબઈની હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી.

File Photo 

મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમીલોઇડિસ રોગથી પીડાતા હતા. મુશર્રફ ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતા. ટ્વિટર પર માહિતી આપતા તેના પરિવારે કહ્યું હતું કે,તે એમીલોઇડિસ નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરી માટે કોઈ અવકાશ બાકી નથી.

File Photo 

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર એમીલોઇડિસિસ એ દુર્લભ અને ગંભીર રોગોનું જૂથ છે. આમાં માનવ શરીરમાં એમાયલોઇડ નામનું અસામાન્ય પ્રોટીન બનવાનું શરૂ થાય છે. તે હૃદય, કિડની, લીવર, નર્વસ સિસ્ટમ, મગજ વગેરે જેવા અવયવોમાં જમા થવા લાગે છે, જેના કારણે આ અવયવોના પેશીઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી.

તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ
પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. મુશર્રફને હૃદય અને અન્ય વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. પરવેઝ મુશર્રફે જ 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના ભારત સામે કારગિલ યુદ્ધ શરૂ કર્યું હતું. તેમણે આર્મી ચીફ રહીને પાકિસ્તાનમાં બળવો કરીને માર્શલ લો પણ જાહેર કર્યો હતો.

કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ હતા પરવેઝ
કારગિલ યુદ્ધ દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે કારગીલ અંગે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે. નવાઝ શરીફ શ્રીલંકામાં હતા ત્યારે મુશર્રફે 1999માં લશ્કરી બળવો કર્યો હતો. બાદમાં તેણે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.

12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં નવાઝની શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઇજેક કરીને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલી દેવામાં આવ્યો હતો. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ બનાવ્યા.

નવાઝ શરીફે પરવેઝ મુશર્રફને આર્મી ચીફના પદ પરથી હટાવ્યા હતા  
જનરલ પરવેઝ મુશર્રફ જ્યારે શ્રીલંકામાં હતા ત્યારે નવાઝ શરીફે તેમને શંકાના આધારે આર્મી ચીફના પદ પરથી હટાવ્યા હતા. શરીફે મુશર્રફના સ્થાને જનરલ અઝીઝને આર્મી ચીફ બનાવ્યા. નવાઝે અહીં ભૂલ કરી અને એ ન સમજ્યા કે જનરલ અઝીઝ પણ પરવેઝ મુશર્રફને વફાદાર છે. આખરે, શરીફને જે લશ્કરી બળવાનો ડર હતો તે થયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ