બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / રાજકોટ / DCP of Crime Branch appeals as women steal gang active in Rajkot

ચિંતા / રાજકોટમાં ભિક્ષા માગવાના બહાને ચોરી કરતી મહિલા ગેંગ સક્રીય, ક્રાઇમ બ્રાન્ચના DCPએ કરી અપીલ

Kishor

Last Updated: 10:28 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ભિક્ષા માગવાને બહાને ચોરી કરતી ગેંગ સક્રીય થતાં લોકોમાં ચિંતા જન્મી છે આથી આરોપીઑને ઝડપી લેવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે અને લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરાઇ છે.

  • રાજકોટ ભિક્ષા માગવાને બહાને ચોરી કરતી ગેંગ સક્રીય 
  • મહિલાઓની ગેંગથી શહેરીજનોની ચિંતા વધી 
  • લોકોને જાગૃત થવા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીની અપીલ 

રાજકોટમાં ભિક્ષા માગવાને બહાને ચોરી કરતી મહિલાઓની ગેંગ સક્રીય થઈ છે. જેને લઇને લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના કુવાડવા વિસ્તારમાં એકથી વધુ મહિલાઓ ભિક્ષા માંગવા માટે પહોંચી હતી. જ્યારે મકાન માલિક ભિક્ષા લેવા માટે ઘરની અંદર જાય છે ત્યારે ચોર મહિલા ગેંગના કેટલાક સભ્યો ઘરમાં કેટલીક જગ્યાએ છુપાઈ જાય છે. ત્યારબાદ આ લોકો મકાનની કિંમતી ચીજ વસ્તુઓ ચોરીને નાસી છૂટે છે.આ ગેંગને ઝડપવા માટે પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી તેને પકડી પાડવા માટેની કામગીરી હાથ ધરી છે.જોકે પોલીસની સાથે લોકોને પણ જાગૃત થવા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ અપીલ કરી હતી.


શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં
જો તમારા ઘરે ભિક્ષા માગવા મહિલાઓ આવે છે તો ચેતજો કેમકે રાજકોટમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે કે જેમણે શહેરીજનોની ચિંતા વધારી દીધી છે. આ ગેગને ઝડપવા પોલીસ પણ એલર્ટ થઈ છે. આ ગેંગની ઝડપવા માટે પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપવા માટેની કામગીરી હાથ ધરી છે આ મહિલાઓની કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શહેરના કુવાડવા વિસ્તારમાં મહિલાઓની આ ગેંગ કરતું તો સામે આવી છે. 

શંકાસ્પદ હરકત જણાય તો પોલીસને જાણ કરવી : ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થ રાજ ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે શહેરના કુવાડવા વિસ્તારમા એક મહિલા ભિક્ષા માંગતી  હતી જ્યારે તેની સાથે આવેલ અન્ય લોકો સંતાઈને ચકાસણી કરતાં હતા. ત્યારબાદ તેઓ ચોરીની ઘટનાને અંજામ આપી કિંમતી ચીજ વસ્તુઓ ચોરીને નાસી છૂટે છે. આથી આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ અપીલ કરી હતી આ અંગે તેમણે કહ્યું હતું કે જો કોઈ મહિલાઓની ગેંગ આ રીતે ભિક્ષા માગવા આવે છે તો તેમને ભિક્ષા આપતા પહેલા સાવધાન થઈ જવું ખાસ કરીને ઘરમાં પ્રવેશ આપતા પહેલા જ ઘરના દરવાજામાંથી બહાર તપાસ કરી લેવી અને આવા વ્યક્તિઓથી વધુ સાવધાન રહેવું. કોઈ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ