ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં પિતાને માર મારી રહેલા અમુક શખ્સોનો પુત્રીએ વીડિયો ઉતાર્યો તો આરોપીઓએ તેના પેટમાં ગોળી મારી દીધી. 5 દિવસની સારવાર બાદ યુવતીનું મોત નિપજ્યું
ગોરખપુરમાં પિતાની સામે પુત્રીની હત્યા
આરોપીઓ પિતાને માર મારતા હતા તો યુવતીએ ઉતાર્યો વીડિયો
યુવતીને વીડિયો ઉતારતી જોઈ આરોપીએ તેના પેટમાં મારી ગોળી
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. મૃતક યુવતીના પિતાને અમુક શખ્સો માર મારી રહ્યા હતા. જેનો વીડિયો તે યુવતીએ ઉતારી લીધો. જેની અદાવત રાખીને આરોપીઓએ યુવતીની હત્યા કરી નાખી જેના કારણે જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
ગોળી મારીને આપ્યો હત્યાને અંજામ
ગોરખપુરના ગગહા ક્ષેત્રમાં આ બનાવ સામે આવ્યો છે. મૃતક યુવતીનું નામ કાજલ હોવાનું સામે આવ્યું છે અને જેણે હત્યાને અંજામ આપ્યો છે તેનું નામ વિજય પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. આરોપી વિજય જ્યારે યુવતીના પિતાને મારી રહ્યો હતો તે સમયે કાજલ તે વીડિયો ઉતારી રહી હતી. જેની અદાવત રાખીને આરોપીએ તેને પેટમાં ગોળી મારી હતી.
5 દિવસની સારવાર બાદ યુવતીનું મોત
પેટમાં ગોળી વાગવાને કારણે યુવતીને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવી. 5 દિવસથી સારવાર હેઠળજ હતી. પરંતુ અંતે તેણે શ્વાસ છોડીને જિંદગીને અલવીદા કહી દીધું. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે ડૉક્ટરોએ ચતેના પેટમાંથી જલ્દી ગોળી ન કાઢી જેના કારણે તેની હાલ વધારે બગડી ગઈ હતી. બાદમાં જ્યારે ઓપરેશન કર્યું ત્યારે તે ઓપરેશન સફળ ન થયું.
સ્થાનિક પોલીસ યુવતીની અંતિમયાત્રામાં જોડાઈ
યુવતીની અંતિમયાત્રામાં સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી અને શાંતીપૂર્ણ રીતે તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યારાઓ અને તેના સાથી પર 25 25 હજારનું ઈનામ જાહેર કર્યું છે.સાથેજ પોલીસનું કહેવું છે કે આરોપીઓને તેઓ જલ્દીથી શોધી કાઢશે.
હત્યા કરીને આરોપીઓ ફરાર
ઉલ્લેખનીય છે કે યુવતીના પિતાને રૂપિયાની લેતીદેતીમાં આરોપીઓ માર મારી રહ્યા હતા. જોકે તે સમયે યુવતીએ તેનો વીડિયો ઉતાર્યો તો આરોપીએ ઉશ્કેરાઈને તેને ગોળી મારી દીધી હતી. બાદમાં તે ત્યાથી યુવતીનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો છે.
ગોરખપુરમાં પિતાની સામે પુત્રીની ગોળી મારી હત્યા