વડોદરામાં રખડતા પશુએ વધુ એકનો ભોગ લીધો હતો. વૃદ્ધા પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ગાયે અડફેટે લીધા બાદ વૃદ્ધાના મોત બાદ ઢોર પાર્ટીની ટીમે 15 થી વધુ ઢોર પકડ્યા હતા.
વડોદરામાં રખડતા પશુએ વધુ એકનો ભોગ લીધો
વૃદ્ધા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગાયે અડફેટે લીધા
વૃદ્ધાના મોત બાદ ઢોર પાર્ટીની ટીમે 15થી વધુ ઢોર પકડ્યા
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રસ્તા પર ઠેર ઠેર અડિંગો જમાવી દેતા વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ઘણીવાર અકસ્માતના બનાવો બન્યા અને નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. અનેકવાર તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો, પ્રજા રજૂઆતો કરીને થાકી પરંતુ હજી સુધી સ્થિતિ એની એજ જોવા મળી રહી છે. પરિણામે દિવસ જાય તેમ રખડતા પશુઓને કારણે પરિવારે વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો.
ઘટના બાદ રહીશોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા
વૃદ્ધાનું રખડતા પશુની અડફેટે મૃત્યું નિપજ્યું
વડોદરામાં રખડતા પશુએ વધુ એકનો ભોગ લીધો છે. વડોદરાના માણેજા ગામમાં વૃદ્ધાનું રખડતા પશુની અડફેટે મૃત્યું નિપજ્યું હતું. ત્યારે ગંગાબેન પરમાર નામના મહિલાનું મૃત્યું થયું હતું. માણેજા અને મકરપુરામાં રખડતા પશુનો ત્રાસ છે. વૃદ્ધા પોતાનાં ઘરે જઈ રહ્યા હતા. તે સમયે અચાનક ગાયે તેઓને અડફેટે લીધા. ત્યારે રહીશોએ મહાપાલિકા કમિશ્નર ન આવે ત્યાં સુધી મૃતદેહ હટાવવાનો ઈન્કાર કર્યો હતો.
એમ્બ્યુલન્સ આવે તે પહેલા વૃદ્ધાનું મોત નિપજ્યું
મૃતક વૃદ્ધાના પુત્ર અને પુત્રીએ ન્યાય માંગ કરી છે
આ બાબતે પંચરત્ન સોસાટીનાં રહીશોએ આરોપ લગાવ્યો હતો કે પંચરત્ન સોસાયટી પાસે ગેરકાયદેસર ઢોરવાડો બાંધી દીધો છે. ત્યારે રસ્તામાં ઢોરવાડો બાંધીને મોટી સંખ્યામાં ઢોર રાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. વૃદ્ધાના મોત બાદ કોર્પોરેશને ગેરકાયદેકર ઢોરવાડા દૂર કરવાની કાર્યવાહિ હાથ ધરી હતી. ત્યારે કોર્પોરેશનમાં અનેક વખત ઢોરનો ત્રાસ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. અનેક રજૂઆતો છતાં ઢોરનો ત્રાસ યથાવત હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્યારે મૃતક વૃદ્ધાના પુત્ર અને પુત્રીએ ન્યાય માંગ કરી છે.
મૃતક વૃદ્ધાના પુત્ર અને પુત્રીએ ન્યાય માંગ કરી
વડોદરામાં અનેક રજૂઆતો છતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનો આરોપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે. ત્યારે મૃતક વૃદ્ધાના પુત્ર અને પુત્રીએ ન્યાયની માંગણી કરી છે. વડોદરાના માણેજામાં પશુના ત્રાસથી વૃદ્ધાના મોત મામલે મેયર કેયુર રોકડીયાએ કડક આદેશ આપ્યા છે. ઘટના બાદ મૂળજી લાખા રબારી થયો ફરાર
આ બાબતે મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગાય માલિક વિરૂદ્ધ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહિના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે પોલીસ સ્તરે કાર્યવાહિનાં આદેશ પણ કરવામાં આવ્યા છે. તેમજ સ્થળની આસપાસના તમામ ઢોરવાડા દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે. અને ગાય માલિકના ઘરના વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ ઘટના બાદ મૂળજી લાખા રબારી પરિવાર સહિત ફરાર થઈ ગયો છે. ત્યારે પોલીસે વિવિધ ટીમો બનાવી તજવીજ હાથ ધરી છે.