બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / daman news: Coastguard helicopter successfully rescues 2 youths from Daman Sea

દેવદૂત / VIDEO: દમણના દરિયામાં તણયેલા બે યુવકોનું દિલધડક રેસ્ક્યૂ, હેલિકોપ્ટરની લેવાઈ મદદ

Vishnu

Last Updated: 11:50 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવકને સ્થાનિક માછીમારોએ બચાવ્યો હતો, બીજા યુવકનું કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાંથી રેસ્ક્યૂ કરાયું

  • દમણના દરિયામાં બે યુવક તણાયા
  • કોસ્ટગાર્ડનું દરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન
  • હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરી યુવકને બચાવાયો

સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે ફરવા આવેલા 2 સહેલાણીઓ પાણી તણાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે.  સમગ્ર બનાવની જાણ સ્થાનિક માછીમારોને કરવામાં આવી હતી તાબડતોબના ધોરણે માછીમારોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવક દરિયાની ખૂબ જ અંદર સુધી તણાઇ ગયો હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી. જેમાં હેલિકોપ્ટર દ્વારા દોરડું બાંધી યુવકને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

વાપીના રહેવાસી 2 યુવકો મેહુલ પટેલ અને રાહુલ હળપતિ દરિયા કિનારે અંદર જઈ મોજાની મજા માણી રહ્યા હતા. પણ  દરિયો તોફાની બનતા બંને દરિયાના પાણી તણાઇ ગયા હતા. જે બાદ કિનારે બેઠેલા અન્ય સહેલાણીઓને ડૂબતાં યુવકો પર નજર જતા તાત્કાલિક માછીમારો તેમજ કોસ્ટ ગાર્ડની ટીમને જાણ કરી હતી. માછીમારોએ બોટ લઈ એક યુવકને રેસ્ક્યૂ કર્યો હતો અન્ય એક યુવક મધ દરિયા સુધી તણાઇ ગયો હતો. જેનું કોસ્ટગાર્ડે હેલિકોપ્ટર લઈ રેસ્ક્યૂ કર્યું હતું. હાલ બંને યુવકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.દમણ કોસ્ટ ગાર્ડ તેમજ દમન કલેક્ટરે ભરતીના સમય દરમિયાન દરિયા નજીક ન જવા લોકોને સૂચન કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ