દાહોદ: હાહાકાર મચાવનાર દીપડો પુરાયો પાંજરે, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

By : kavan 09:17 AM, 07 December 2018 | Updated : 09:55 AM, 07 December 2018
દાહોદ: જિલ્લામાં હાહાકાર મચાવનાર દીપડો આખરે પાંજરામાં પુરાયો છે. ધાનપુર તાલુકામાં દીપડાએ કરેલા હુમલા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમે આ દિશામાં સતર્કતા દાખવા દીપડાને અંતમાં પાંજરે પુર્યો હતો.

મોડી રાત્રે દીપડો શિકારની શોધમાં નિકળ્યો હતો અને પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા હાલ દીપડાને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવ્યો છે. તો દીપડાની ઓળખ છતી કરવા માટે હવે ગ્રામજનોની મદદ પણ વન વિભાગ લેશે.
  ઉલ્લેખનીય છે કે, 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા હતા. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને 7 જેટલા પાંજરા પણ મુક્યા હતા. મહત્વનું છે કે, દીપડાએ છેલ્લા કેટલાક દિવસમાં 5 લોકો પર હુમલો કર્યો છે. ધાનપુર તાલુકાના કોટંબી ગામમાં 9 વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીનુ મોત થયું છે. 

પુનાના કોટા ગામની 11 બાળકીનુ પણ મોત થયું છે અને કોટંબી ગામના જ એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત થયુ છે. આ ઉપરાંત દીપડાએ ધાનપુરના ભણપુરના વૃદ્ધા પર પણ હુમલો કર્યો હતો. ત્યારે સાસણગીરની વન્ય પાણી ટ્રેકિંગની ટીમ ધાનપુરના જંગલમાં દીપડાને શોધી રહી હતી અને અંતે દીપડો ઝડપાયો હતો.Recent Story

Popular Story