બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / da arear big update 18 months da arear of rupees more than one lakh come soon in salary

મોટા સમાચાર / 7th Pay Commission: સરકારી કર્મચારીઓના ખાતામાં આવશે 1.50 લાખ રૂપિયા, 18 મહિનાના DA પર આવી મોટી અપડેટ

Last Updated: 09:59 AM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓ 18 મહિનાથી અટવાયેલા ડીએ એરિયર પર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. કર્મચારીઓ સતત જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી રોકી રાખવામાં આવેલા ડીએની માગ કરી રહ્યા છે.

 

  • સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર
  • 18 મહિનાથી અટવાયેલા ડીએ પર વિચાર કરશે સરકાર
  • એક સાથે ખાતામાં આવશે દોઢ લાખ રૂપિયા

 

સરકારી કર્મચારીઓ 18 મહિનાથી અટવાયેલા ડીએ એરિયર પર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. કર્મચારીઓ સતત જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી રોકી રાખવામાં આવેલા ડીએની માગ કરી રહ્યા છે. 

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, સરકાર એક સાથે 1.50 લાખ રૂપિયા આપવાની યોજના સરકાર બનાવી રહી છે. જો આવું થશે, તો સરકારી કર્મચારીઓની સેલરી સાથે એક સાથે આટલા રૂપિયા ખાતામાં આવી જશે.

ડીએ એરિયર પર સરકાર કરી રહી છે વિચાર

સરકારી કર્મચારીઓને આશા છે કે, ડીએ એરિયરને લઈને સરકાર વિચાર કરશે અને ટૂંક સમયમાં તેનો હલ નિકળશે. નેશનલ કાઉંસિલ ઓફ JCMના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર કાઉંસિલે સરકાર પાસે ડિમાન્ડ રાખી છે, પણ હજૂ સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી.

આટલું મળશે DA એરિયર

ફક્ત એક કર્મચારીને DA એરિયર 111,880 રૂપિયાથી 37,000 રૂપિયાની વચ્ચે હશે, તો વળી 13ના કર્મચારીઓને 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા ડીએ તરીકે મળશે. સરકારી કર્મચારીઓ અને સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને ડીએ આપવામાં આવે છે. આ કર્મચારીઓને તેમના રહેવાના ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે. 

એક સાથે સેલરીમાં આવશે રૂપિયા

નાણામંત્રાલય, ડિપાર્ટમેંટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને વ્યય વિભાગના અધિકારીઓને એક સાથે સંયુક્ત સલાહકાર તંત્રની બેઠક થશે. તેમાં ડીએ એરિયરને એક સાથે પેમેન્ટ કરવા પર ચર્ચા થવાની છે. એવા સમાચાર આવી રહ્યા છે કે, સરકારી કર્મચારીને ડીએ તરીકે 1.50 લાખ સુધી આપી શકે છે

સંકળાયેલા મુદ્દાઓ

18 months da arear Government Employees modi government ડીએ એરિયર મોદી સરકાર સરકારી કર્મચારી Modi government
Pravin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ