Cyclone / નિસર્ગ વાવાઝોડું વલસાડથી 535 કિમી દુર: ગુજરાત માટે આવનાર 24 કલાક ખુબ મહત્વના, ભારે વરસાદની શક્યતા

cyclone nisarga gujarat hit valsad surat rain alert

ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાંનો ખતરો હજુ પણ યથાવત્ છે. વાવાઝોડું વલસાડથી 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે. હાલ વાવાઝોડું ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે. આ વાવાઝોડું 3 જૂને બપોર બાદ દરિયા કિનારે હીટ કરી શકે છે. મહારાષ્ટ્રના પાલઘર અને વસઈ વચ્ચેના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. ત્યાર બાદ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશી શકે છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઈ, નાસિક અને મુંબઈ શહેરમાં વાવાઝોડાંના કારણે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વ્યારા, આહવા અને સુરતમાં વરસાદ થઈ શકે છે. બીજી તરફ વડોદરા, ગોધરા અને પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ