Team VTV01:14 PM, 02 Dec 21
| Updated: 01:47 PM, 02 Dec 21
ચક્રવાતી તોફાન 'જવાદ'ની સૌથી વધુ અસર ઓડિશામાં જોવા મળશે. IMDની આગાહી અનુસાર,આગામી 48 કલાકમાં આંદામાન સમુદ્રમાં ઓછા દબાણને કારણે તે 3 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતી બનશે.
દેશમાં કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો
IMD દ્વારા ઓડિશામાં રેડ, ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવ્યું
દેશમાં કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો
ભારતમા કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં આગામી 48 કલાક કલાકમાં પ્રેશરનાં કારણે 3 ડિસેમ્બરે આ વાવાઝોડાના રૂપમાં ત્રાટકી શકે છે. આ તોફાન ચોથી ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે ત્યારે તમામ જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે.
IMD દ્વારા ઓડિશામાં રેડ, ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવ્યું
ભારતીય મોસમ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઓડિશામાં કેટલાક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ થઈ શકે છે. જોકે મોસમ વિભાગના કહ્યા અનુસાર આ વાવાઝોડું કેટલું સ્પીડમાં આવશે તેની આગાહી અત્યારથી કરી શકાય નહીં પરંતુ વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
02/12/2021: 11:05 IST; Light intensity rain/drizzle would occur over and adjoining areas of isolated places of Adampur, Farukhnagar, Gurugram, Manesar (Haryana) Etah, Tundla, Agra, Firozabad, Shikohabad (U.P.) Sidhmukh (Rajasthan) during the next 2 hours.
IMD એ ગજાપતિ, ગંજમ, પૂરી અને જગતસિંહપૂરમાં રેડ અલર્ટ આપ્યું છે અને કેન્દ્રપાડા, કટક, ખુરદા, નયાગઢ, કંધમાલ, રાયગઢ અને કોરાપુટમાં વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આ સિવાય ચાર જિલ્લાઓમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
IMD નાં હાલના અનુમાન અનુસાર ચોથી ડિસેમ્બરે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે અને 12 કલાક સુધી વાવાઝોડાની અસર રહી શકે છે. 13 જિલ્લાના કલેક્ટરોને દિવસ રાત વાવાઝોડાના કામમાં લગાવવામાં આવ્યા છે.