Biporjoy Cyclone In Gujarat News: હવામાન વિભાગનું કહેવું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે, આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે બિપોરજોય વાવાઝોડું
વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરનું સિગ્નલ
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
બિપોરજોય વાવાઝોડાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે. આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. મહત્વનું છે કે, અત્યારે વાવાઝોડું પોરબંદરથી 110 કિલોમીટર દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે તમામ બંદર પર હાઈઍલર્ટ જાહેર કરી દેવાયું છે.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલ પોરબંદરથી 110 કિલોમીટર દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે. મહત્વનું છે કે, આ બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
વાવાઝોડાના કારણે આજે ક્યાં કેવી અસર થશે?
પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પર 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબ સમુદ્રમાં પણ પવનની ઝડપ 100 કિમીની શક્યતા
સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી થવાની શક્યતા
ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
મધ્ય અને ઉત્તર અરબી સમુદ્ર પર સમુદ્રની સ્થિતિ અસાધારણ રહેવાની શક્યતા
પૂર્વ મધ્ય અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં દરિયો અત્યંત તોફાની રહેવાની શક્યતા
ગોવા,મહારાષ્ટ્રનો દરિયાકાંઠો અત્યંત તોફાની રહેવાની સંભાવના
ગુજરાતનો દરિયાકાંઠો પણ અત્યંત તોફાની રહેવાની શક્યતા
દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પણ થઈ શકે
બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલીનાં પીપાવાવ પોર્ટનો દરિયો આગામી સમયમાં તોફાની બની શકે છે. ત્યારે જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ જાફરાબાદ, પોરબંદર, માંદરોળનાં દરિયા કિનારે પણ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે માંગરોળમાં માછીમારોને પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના પણ આપવામાં આવી છે.
પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન 'બિપોરજોય' ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 890 કિમી દૂર, હવે ઉત્તર તરફ આગળ વધવાથી લઇને આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન ખૂબ જ તીવ્ર બને તેવી શક્યતા: ભારતીય હવામાન વિભાગ#gujarat#biporjoycyclone#vtvgujaratipic.twitter.com/sQXEmmbd6i
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 7, 2023
વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતું ગુજરાતમાં અસર વર્તાશેઃ અંબાલાલ પટેલ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 7, 2023
દરિયામાં જોવા મળશે ભારે હલચલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7, 8, 9 જૂનના રોજ દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સમુદ્રમાં ઉચાં મોજા ઉછળશે. આ દરમિયાન કેરળમાં વરસાદ આવી શકે છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7, 8, 9 જૂને કેરળમાં વરસાદ આવી જશે. ગુજરાતમાં ચોમાસું સમયસર આવવાની શક્યતાઓ છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 7, 2023
સિગ્નલ નંબર-01
પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન
સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.
સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.
સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.
સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.
સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. અગાઉ પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગમાં લેવામાં આવે છે.