બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / CUET-UG Phase-4 exam postpone new date released know more in details

CUET-UG Phase-4 / મોટા સમાચાર: ફરી મોકૂફ થઈ કોલેજ એડમિશન માટેની પરીક્ષા, જાહેર કરાઇ નવી તારીખ

MayurN

Last Updated: 02:27 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા-ગ્રેજ્યુએટ (CUET-UG) ના ચોથા તબક્કામાં ભાગ લેનારા 11,000 ઉમેદવારોની પરીક્ષા 30 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે

  • CUET-UG ની પરીક્ષાની માહિતી
  • 3.72 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
  • 11,000 ઉમેદવારોમની પરીક્ષા મુલતવી રહેશે

સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા-ગ્રેજ્યુએટ (CUET-UG) ના ચોથા તબક્કામાં ભાગ લેનારા 11,000 ઉમેદવારોની પરીક્ષા 30 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે, જેથી પરીક્ષા કેન્દ્રની તેમની પસંદગીના શહેરને સમાવી શકાય. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. CUET-UGની પરીક્ષાનો ચોથો તબક્કો 17 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો હતો અને તેમાં 3.72 લાખ ઉમેદવારો ભાગ લેવાના હતા. પરીક્ષાઓ યોજવાની જવાબદારી સંભાળતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ અગાઉ જાહેરાત કરી હતી કે પરીક્ષાઓના તમામ તબક્કા 28 ઓગસ્ટે પૂર્ણ થશે.

11,000 ઉમેદવારોની પરીક્ષા મુલતવી રહેશે
યુજીસીના ચેરમેન જગદેશ કુમારે જણાવ્યું હતું કે, "ચોથા તબક્કામાં ભાગ લેનારા 3.72 લાખ ઉમેદવારોમાંથી 11,000 ઉમેદવારોની પરીક્ષા 30 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે, જેથી પરીક્ષા કેન્દ્ર માટે તેમની પસંદગીના શહેરને સમાવી શકાય." NTAએ પરીક્ષા કેન્દ્રોની ક્ષમતામાં વધારો કર્યો છે અને પરીક્ષા કેન્દ્રોની ગુણવત્તા વધારવાની સાથે વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ''

 

પરીક્ષા રદ થઇ હતી
મહત્વનું છે કે, CUETની પરીક્ષાના બીજા તબકકામાં ખામીઓને કારણે વિવિધ સેન્ટરો પર પરીક્ષા રદ કરવી પડી હતી.

24 થી 30 ઓગસ્ટે યોજાશે ફેઝ- 6
NTAએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીઓ અથવા પરીક્ષા કેન્દ્રો રદ થવાને કારણે ફેઝ 2 હેઠળ 4, 5 અને 6 ઓગસ્ટે પરીક્ષા આપી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓને 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ વચ્ચે ફેઝ 6માં પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે. તેમના એડમિટ કાર્ડ 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

 

ફેઝ-3 ની વિગતો આજે જાહેર થશે 
જે ઉમેદવારોની પરીક્ષા ફેઝ-3 કે જે 7, 8 અને 10 ઓગસ્ટના રોજ યોજાવાની હતી, તેમનું પેપર હવે 21, 22 અને 23 ઓગસ્ટે લેવામાં આવશે. તેમના એડમિટ કાર્ડ 17 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. તેમની પરીક્ષાની તારીખ અને શહેરની વિગતો આજે જાહેર કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ