બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Crude oil price surged more than 10 percent saudi arab iran tension aramco attack

મોંઘવારીનો માર / હજારોના ટ્રાફિક દંડના ફતવા વચ્ચે ભારતમાં પેટ્રોલ- ડિઝલ 100 રૂપિયા થવાની સંભાવના

Published By: Juhi

Last Updated: 03:04 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે રાતોરાત વધારી દીધેલા ટ્રાફિક દંડથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યાં જ વૈશ્વિક સ્તરે ક્રુડનું ઉત્પાદન ઘટ્યાના સમાચાર આવ્યા છે. અરબ દેશોમાં 50 ટકા જેટલું ક્રુડનું ઉત્પાદન ઘટતાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ 100 રૂપિયા થવાની સંભાવના છે. મોંઘાવરી નથી... નથી... કરતી મોદી સરકાર ફરી પ્રજાને પડ્યા માથે પાટું મારે તો નવાઈ નહીં. વિશ્વનું 5 ટકા ક્રુડ ઉત્પાદિત કરતી અરામકો કંપનીમાં ડ્રોન હુમલાથી ક્રુડ સંકટની ભીતિ.

  • અરબ દેશોમાં રોજનું 50 લાખ બેરલ ક્રુડનું ઉત્પાદન ઘટ્યું
  • દેશમાં પેટ્રોલ-ડિઝલ પર કેન્દ્ર અને રાજ્યના ટેક્સ ગણતાં 100 રૂપિયાથી વધુ થશે
  • ભારત અને અરબ દેશોનાં મિત્ર સંબંધો પણ આ ભાવમાં કામે ન લાગે
  • અરેબિયાની તેલ કંપની અરામકોના 2 પ્લાન્ટ પર ડ્રોન હુમલા પછીની અસર 

100 વર્ષમાં પ્રથમવાર સપ્લાયનું સંકટ

યમનના હૌતી લડાકુઓએ સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકોના 2 પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયાં બાદ 100 વર્ષમાં પહેલી વખત ક્રૂડમાર્કેટની સામે સપ્લાય કરવાનું સંકટ ઊભું થયું છે. સાઉદી સરકાર અનુસાર કે તેઓ સ્થિતિને પહોંચી વળશે પણ એવું નહી થાય તો મુશ્કેલી સર્જાશે. તેથી ક્રૂડના ભાવ બેરલ દીઠ 100 ડોલર થવાની સંભાવના છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ શકે છે. જો ક્રૂડ 100 ડોલર થશે તો 49 ટકાનો ભાવ વધારો આવી શકે છે. 12-13 સપ્ટેમ્બરે ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ દીઠ 60.38 ડોલર હતો.  

આજે જ તેલ બજારમાં ક્રૂડ ઑલઇની કિંમતમાં 10% નો વધારો થયો છે. 

સાઉદી અરબ અને અમેરિકાએ આ હુમલા માટે તેહરાન સમર્થિત હાઉતી વિદ્રોહિયોને જવાબદાર ઠેરાવ્યા અને ઇરાનને પરિણામ ભોગવવા માટે ચેતવણી આપી. જોકે ઇરાને કોઇ પણ આરોપ માટે ઇન્કાર કર્યો. સાઉદી અરબના આ પ્લાન્ટ પર હુમલો થયા પછી ઉત્પાદનમાં અડધું થઇ ગયું છે. હોગકોંગ તેલ બજારથી મળતી જાણકારી અનુસાર, સોમવારના બ્રેંટ ક્રૂડ ઓઇલની કિંમત 11.77% વધીને 67.31 અમેરિકન ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે. 

અરામકો કંપનીનો એક ભાગ 

અમેરિકાએ ઈરાન પર લગાવ્યા હુમલાનો આરોપ

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ અરામકો પરના આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. પોમ્પિયોએ કહ્યું કે ઈરાને વિશ્વભરની ઉર્જાની જરૂરીયાતો પર હુમલો કર્યો છે. અગાઉ સઉદી અરબ પણ ઈરાન પર વિદ્રોહિયોને હથિયાર આપવાનો આરોપ લગાવી ચૂક્યું છે. શનિવારે હૂતી વિદ્રોહિયોએ દાવો કર્યો કે અરામકો પર હુમલો કરવા માટે તેમણે 10 ડ્રોન્સનો ઉપયોગ કર્યો. તો બીજી તરફ ઇરાને અમેરિકાનો દાવાને ફગાવ્યો હતો. ઇરાનના સીનિયર અધિકારીએ જણાવ્યુ કે, ''અમે હુમલો કરાયો નથી તેમ છતાં અમે યુદ્ધ માટે તૈયાર છીએ.​​​​​​​''

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Diesel India Petrol World Market world ક્રૂડ ઑઇલ ડિઝલ પેટ્રોલ Inflation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ