બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Crime Branch arrests 4 more accused in Sachin GIDC chemical tragedy case

સુરત / સચિન GIDC કેમિકલ દુર્ઘટના મામલે વધુ 4 ઝબ્બે, કંપનીએ બાય પ્રોડક્ટના બહાને ઝેરી કેમિકલ પધરાવી દેતા બની હતી ઘટના

Vishnu

Last Updated: 09:21 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપની દ્વારા બાય પ્રોડક્ટ તરીકે ઝેરી કેમિકલ પધરાવી દેવાયું હતું, ઝેરી કેમિકલ અને ખાડીમાં રહેલા એસિટીક વેસ્ટથી ઝેરી વાયુ ઉત્પન્ન થયો હતો

  • સચિન GIDCમાં કેમિકલ દુર્ઘટનાનો મામલો
  • પોલીસે વધુ 4 આરોપીઓની કરી ધરપકડ
  • ઝેરી કેમિકલ સિવાય એસિટીક વેસ્ટ મળી આવ્યું

સુરતમાં સચિન GIDCમાં કેમિકલ દુર્ઘટનાના મામલે પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે.મુંબઇની હાઇકેલ કંપનીના 3 વ્યક્તિની ધરપકડ કરાઇ છે.હાઇકેલ કંપનીના કોર્પોરેટર હેડ મનસુખ પટેલ, પ્રોડક્શન ડિવિઝન હેડ માછીન્દરનાથ ગોરહે અને સપ્લાય ચેઇનના GM અભય દાંડેકરની ધરપકડ કરી છે. આ કંપની દ્વારા બાય પ્રોડક્ટ તરીકે ઝેરી કેમિકલ પધરાવી દેવાયું હતું. તો સુરતના એક ઉદ્યોગકારની પણ ધરપકડ કરાઇ છે.બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રમણ બારીયાની ધરપકડ કરાઇ છે.

હાલ સુધીમાં 8 આરોપીની ધરપકડ કરાઇ
ખાડીમાંથી ઝેરી કેમિકલ સિવાય એસિટીક વેસ્ટ મળી આવ્યું હતું.ઝેરી કેમિકલ અને ખાડીમાં રહેલા એસિટીક વેસ્ટથી ઝેરી વાયુ ઉત્પન્ન થયો હતો.કેમિકલ દુર્ઘટનામાં 6 કામદારના મૃત્યુ અને 23 કામદાર અસરગ્રસ્ત થયા હતા.આ ઘટનામાં સુરતના કુલ 3 ઉદ્યોગકારોની ધરપકડ થઇ છે.કેસમાં અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે હજુ તપાસ ચાલી રહી છે.

સરકારે કરી હતી સહાયની જાહેરાત
સુરતમાં સચિન GIDCમાં ગેસ લીક દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી હતી.રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. જ્યારે  અસરગ્રસ્તોને વ્યક્તિ દીઠ 50 હજારની સહાય કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી

શું બની હતી ઘટના
6 જાન્યુઆરી 2022ના રોજ સચિન GIDCમાં રોડની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત 23 લોકો ગેસથી ગૂંગળાયા હતા. જેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા હતા. આપવીતી જણાવનાર વિશ્વ પ્રેમ મિલના પ્રોડક્શન મેનેજરે કહ્યું હતું કે મિલ બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઉભું હતું એનો એક પાઇપ બાજુની ડ્રેનેજ લાઈનમાં હતો. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો બેભાન થઈ જમીન પર પડ્યા લાગ્યા અને આખી મિલમાં ગેસના ગૂંગળામણની અસર થઈ ગઈ હતી.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ