બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket australia announces transgender policy in cricket australian cricket board announded first transgender policy as align with icc

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક નિર્ણય, હવે ટ્રાન્સજેન્ડર પણ AUS તરફથી ક્રિકેટ રમી શકશે

Published By: Mehul

Last Updated: 08:15 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ આંતરરાષ્ટ્રીય સ્તર અને સામુદાયિક ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર અને લિંગ વિવિધ લોકોને સામેલ કરવા માટે એક ટ્રાન્સજેન્ડર નીતિની જાહેરાત કરી છે. સી.એ.એ જાહેરાત કરી કે તેમણે લિંગ ઓળખની સાથે ક્રિકેટમાં ભાગ લેતા ખેલાડીઓનું સમર્થન કરવા માટે સામુદાયિક ક્રિકેટ માટે એક એલિટ ક્રિકેટ નીતિ અને દિશા-નિર્દેશ વિકસિત કર્યા છે.

આ નીતિ અંતર્ગત હવે ટ્રાન્સજેન્ડર પણ ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ રમી શકશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની નીતિ લિંગ ઓળખના આધાર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની સાથે જોડાયેલી છે. આ નીતિ ટ્રાન્સજેન્ડર અને અલગ અલગ લિંગવાળા ક્રિકેટરોને માર્ગદર્શન આપે છે કે તેઓ રમતના ટોચના સ્તર પર કેવી રીતે સ્પર્ધા કરી શકે છે. 

નીતિમાં કહેવામાં આવ્યું છે કે તાકાત, સહનશક્તિ અથવા શરીરના પ્રાસંગિક માપદંડો પર વિચાર કરવા માટે નીતિ અંતર્ગત કોઈપણ ખેલાડી, જે મહિલા ક્રિકેટમાં ભાગ લઈ રહ્યો છે, તેણે એ સ્થાપિત કરવામાં સક્ષમ રહેવું જોઈએ કે સીરમમાં ટેસ્ટોસ્ટેરોનની તેની માત્રા સતત ૧૦ નેનોમીટર પ્રતિ લિટરથી ઓછી હોય અને એ ઓછામાં ઓછા ૧૨ મહિના માટે જળવાયેલી રહેવી જોઈએ. આ માત્રા ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ (AFL) અને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સંઘ (IAF) દ્વારા આપવામાં આવેલી છૂટથી બેગણી છે.

વધારાના ઉપાયના રૂપમાં નિષ્પક્ષ અને સાર્થક સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે એક નિષ્ણાત પેનલ માટે એક રેફરલ પ્રક્રિયા સ્થાપિત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે આ અંગે વધુ જાણકારી આપતાં જણાવ્યું, ''એ સમજાતું નથી કે આજે પણ લોકો સાથે તેની ઓળખને કારણે મેદાનમાં ભેદભાવ કરવામાં આવે છે, તેમને પરેશાન કરવામાં આવે છે અથવા બહાર રાખવામાં આવે છે, આ યોગ્ય નથી. આજે આપણે દરેક સ્તરે રમતમાં એક અલગ લિંગ ઓળખવાળા લોકોને સામેલ કરવા જઈ રહ્યા છીએ, જેથી આપણા બધા લોકોને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અને સંસ્કૃતિ અંગે જાણ થઈ શકે.''

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એલેક્સ બ્લેકવેલે આ નીતિ લાગુ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે જણાવ્યું, ''ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું આ પગલું બહુ જ સારું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પસંદગીની રમત છે અને આ રમત બધાએ મળીને રમવી જોઈએ.'' એક અન્ય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેગન શટે જણાવ્યું, ''એક નીતિ અને દિશા-નિર્દેશ, જેમાં ટ્રાન્સજેન્ડર ખેલાડી પણ સામેલ છે, દરેક માટે રમવાનો સારો માહોલ તૈયાર કરશે. હવે ટ્રાન્સજેન્ડર પાસે પણ ઉચ્ચ સ્તરે ક્રિકેટ રમવાની તક છે. મને લાગે છે કે આ એક સકારાત્મક પગલું છે.''
 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Cricket Sports News Transgender Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ