બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / CR Patil's big statement to Vadodara mayor

વડોદરા / પાટીલ બોલ્યાં, યુવાન હતા એટલે મેયર બનાવ્યા પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો

Kiran

Last Updated: 03:10 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડોદરા મેયરની ઢીલી કામગીરીને લઈને નિવેદન આપતા કહ્યું કે - કામગીરી બહું ઢીલી છે, મીટિંગો બંધ કરો, કામ કરો યુવાન હતા એટલે મેયર બનાવ્યા છે.

  • વડોદરા મેયરને લઇ પાટીલનું મોટુ નિવેદન
  • કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે
  • મેયર કેયુર રોકડીયા હવે મીટિંગો બંધ કરો, નિર્ણય લોઃ પાટીલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વડોદરાના મેયરની કામગીરીને ઢીલી ગણાવી છે તેમણે મેયરની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે મીટિંગો બંધ કરી, કામ શરૂ કરવાની શીખામણ આપી છે. મહત્વનું છે કે આગામી નવેમ્બર મહિનામાં વડોદરા મહાનગર આયોજન સમિતિની ચૂંટણી યોજાનાર છે, જેમાં 8મી  નવેમ્બર સુધીમાં ફોર્મ ભરાનાર છે ત્યારે સી.આર.પાટીલે કાર્યકરો અને નેતાઓને કામગીરીમાં લાગી જવાની સલાહ આપી છે. 



 

કેયુરને મેયર બનાવ્યો ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે

અહીં ઉલ્લેખનિય છે કે 5 વર્ષ દરમિયાન મેટ્રો પોલિટીન પ્લાનિંગ કમિટીની એક પણ બેઠક મળી નથી, જો કે હવે મેટ્રોપોલિટીન પ્લાનિંગ કમિટીની ફરી એકવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હવે પાલિકાની મુખ્ય સમિતીઓમાં રહી ગયેલા કોર્પોરેટરોને સ્થાન મળે તેવું લાગી રહ્યું છે, એટલું જ નહીં હવે આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યાર અત્યારથી કામેલાગી જવાની સી.આર.પાટીલે કાર્યકરોને સલાહ આપી છે. વડોદરા શહેર મેયરની કામગીરી સામે સવાલ કરતા પ્રદેશ પ્રમુખને કહ્યું કે મેયર બનાવ્યા ત્યારે લાગ્યું કે ઝડપથી નિર્ણય લેશે,પરતું કોઈ નક્ક કામગીરી કરવામાં આવી નથી એટલું જ નહીં પાટીલે મેયરને એમ પણ કહ્યું કે મેયર કેયુ રોકડીયા યુવાન છે એટલે મેયર બનાવ્યા છે, મીટિંગો બંધ કરીને જલ્દી કામે લાગી જાય, આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર ના દેખાવવી જોઈએ, તેમજ મંદિરમાં ભિક્ષુક પણ ના દેખાવા જોઈએ, આમ કહેતા વડોદરા મેયરને મીટિંગો બંધ કરીને કામ પર લાગી જવાની સલાહ આપી છે.

મીટિંગો બંધ કરો અને કામ કરો : સી.આર. પાટીલ

પાંચ વર્ષ બાદ ફરી એકવાર ગુજરાત મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી એક્ટ હેઠળ મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની ચૂંટણી કરવાની પૂર્વ તૈયારી શરૂ કરાઈ છે. આ સમિતિમાં કુલ 45 સભ્યની નિમણૂક કરાશે. જેમાં આઠ સભ્ય સરકાર નિયુક્ત અને સાત તજજ્ઞનો સમાવેશ કરાશે તો બાકીના 30 સભ્ય હાલના ચૂંટાયેલા કોર્પોરેટર રહેશે.પાલિકાના 30 ચૂંટાયેલા કોર્પોરેટર ની નિમણૂક કરવા માટે ચૂંટણી કરાશે. જેમાં હાલના 76 ચૂંટાયેલા કોર્પોરેટર પોતે જ ઉમેદવાર રહેશે અને મતદારો પણ તે જ રહેશે.આ સમિતિના ચીફ ઇલેક્શન ઓથોરિટી એવા મ્યુ.કમિશનર દ્વારા મહાનગર આયોજન સમિતિના ૩૦ સભ્યો ચૂંટવા માટે ચૂંટણી જાહેર કરી છે અને તેમાં 8 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ