બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / covid variant XE appears 10 percent more contagious than omicron BA.2

હદ કરી આ મહામારીએ / વિશ્વમાં કોરોનાના વધુ એક વેરિઅન્ટે દેખા દીધી!, ઓમિક્રોન BA.2 કરતા 10 ગણો છે ખતરનાક

Dhruv

Last Updated: 11:04 AM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ તો કોરોના સંપૂર્ણપણે વિશ્વમાંથી નાબૂદ નથી થયો ત્યાં તો વધુ એક નવા વેરિઅન્ટ 'XE' એ દસ્તક દઇ દીધી છે જે BA.2 કરતાં લગભગ 10 ગણો વધારે સંક્રમક છે.

  • કોરોનાનો નવો XE વેરિઅન્ટ Omicron કરતાં વધારે સંક્રમણ
  • ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.2 કરતાં લગભગ 10 ગણો વધારે સંક્રમિત
  • રિકોમ્બિનેંટ વેરિઅન્ટ XD નાં પણ કેસ ફ્રાન્સ, ડેનમાર્ક અને બેલ્જિયમમાં જોવા મળ્યાં

કોરોના વાયરસનો એક નવો મ્યુટેંટ વેરિઅન્ટ XE ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.2 કરતાં લગભગ 10 ગણો વધારે સંક્રમિત હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. XE એ Omicron ના બે સબ લીનેજ BA.1 અને BA.2 નો રિકોમ્બિનેંટ સ્ટ્રેન છે. WHO એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી તેના ટ્રાન્સમિશન રેટ અને બીમારીના વ્યવહારમાં નોંધપાત્ર ફેરફાર જોવા નથી જોવા મળતો ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોડીને જોવામાં આવશે.

BA.2 સબ વેરિઅન્ટ સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક

રિપોર્ટ અનુસાર, BA.2 ની તુલનામાં તેની ઇમ્યુનિટી ગ્રોથ રેટ 10 ટકા વધારે હોવાના સંકેત મળ્યાં છે. જો કે, તેની પુષ્ટિ માટે આંકડાઓની આવશ્યકતા છે. WHOનું કહેવું છે કે, BA.2 સબ વેરિઅન્ટ હવે સમગ્ર વિશ્વ માટે સૌથી મોટી ચિંતા બની ચૂક્યો છે કે જેના કેસોની સંખ્યા લગભગ 86 ટકા છે. તમને જણાવી દઈએ કે, XE સ્ટ્રેન પહેલી વાર UKમાં 19 જાન્યુઆરીએ જોવા મળ્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં 600 થી પણ વધારે XE નાં કેસની પુષ્ટિ થઈ ચૂકી છે.

નવા XD વેરિઅન્ટનાં કેસ ફ્રાન્સ, ડેનમાર્ક અને બેલ્જિયમમાં જોવા મળ્યાં

WHO એ રિપોર્ટમાં કહ્યું કે, તેઓ XE જેવાં રિકોમ્બિનેંટ વેરિઅન્ટના જોખમ પર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે અને તેની સાથે જોડાયેલા પુરાવાઓ સામે આવતાં જ તમને અપડેટ કરશે. XE સિવાય WHO એક અન્ય રિકોમ્બિનેંટ વેરિઅન્ટ XD પર પણ નજર રાખી રહ્યું છે કે જે ડેલ્ટા અને ઓમિક્રોનનું હાઇબ્રિડ છે. તેના મોટા ભાગના કેસ ફ્રાન્સ, ડેનમાર્ક અને બેલ્જિયમમાં જોવા મળ્યાં છે.

WHOએ કહ્યું કે, અત્યાર સુધી સામે આવેલા નવા પુરાવાઓ એ XD વધારે સંક્રમક છે અથવા તો તેનાથી વધારે ઘાતક પરિણામ સામે આવ્યાંની પુષ્ટિ નથી કરતા. આથી અત્યારે તેના વિશે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ