Covid vaccine har ghar dastak program Health Minister Mansukh Mandaviya will hold meeting with states tomorrow
વેક્સિનેશન /
દેશમાં વેક્સિન અભિયાન વધુ તેજ બનાવવા,આવતી કાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા કરશે આ મોટું કામ
Team VTV06:48 PM, 10 Nov 21
| Updated: 06:53 PM, 10 Nov 21
દેશમાં રસીકરણનો દર વધારવા માટે કેન્દ્ર સરકારે હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. જે અભિયાનની સમીક્ષા કરવા ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ બેઠક બોલાવી છે
આ બેઠકમાં હર ઘર દસ્તક અભિયાનની સમીક્ષા કરાશે.
કોરોના રસીકરણની ગતિ મંદ પડતાં અભિયાન શરૂ કરાયું
દેશમાં હાલ 100 કરોડથી વધુ રસીકરણ થયું છે
#COVID19 | Union Health Minister Mansukh Mandaviya to hold a meeting tomorrow morning with Health Ministers of all the states and UTs on campaign 'Har Ghar Dastak'. The Govt is targeting to complete maximum single dose and second dose adult vaccination.
કેન્દ્ર સરકાર આ બેઠકમાં સમીક્ષા કરશે કે દેશભરમાં હર ઘર દસ્તક અભિયાનની સ્થિતિ શું છે. હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોને ઘરે ઘરે રસી આપવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન એટલા માટે શરૂ કરવામાં આવ્યું કારણ કે મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો બીજો ડોઝ મળ્યો નથી. એટલા માટે તેમને ઘરે બેઠા કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
કોરોના રસીકરણની ગતિ મંદ પડતાં અભિયાન શરૂ કરાયું
કોરોના રસીકરણની ગતિમાં મંદીને જોતા કેન્દ્ર સરકારે ગયા મહિને જાહેરાત કરી હતી કે નવેમ્બરની શરૂઆતથી ડોર ટુ ડોર રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ, અગાઉ એવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાં રસીકરણમાં ઘટાડો થયો છે. આ અભિયાનને 'હર ઘર દસ્તક' નામ આપવામાં આવ્યું હતું. તેનો હેતુ લોકોને જીવલેણ વાયરસ સામે રક્ષણ આપવા માટે સંપૂર્ણ રસી મેળવવા માટે પ્રેરિત કરવાનો છે. આ અભિયાન 2 નવેમ્બરના રોજ શરૂ થયું હતું અને પ્રથમ ધ્યાન દેશના તે 48 જિલ્લાઓ પર હતું, જ્યાં પ્રથમ રસી લેનારા લોકોની સંખ્યા 50 ટકાથી ઓછી છે. કેન્દ્ર સરકારે લક્ષ્ય રાખ્યું છે કે નવેમ્બરના અંત સુધીમાં દેશભરના તમામ પાત્ર લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી જાય.
દેશમાં હાલ 100 કરોડથી વધુ રસીકરણ થયું છે
દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 109.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આંકડા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક સંક્રમણનો દર 0.90 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો છે. તે જ સમયે, સાપ્તાહિક ચેપ દર 1.20 ટકા છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,87,047 લોકો સંક્રમણ મુક્ત થયા છે. મૃત્યુદર 1.34 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 11,466 નવા કેસ નોંધાયા છે જ્યારે 460 લોકોના મોત થયા છે.