બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Covid vaccination mandatory in puducherry with immediate effect amid omicron crisis

મહામારી / હવે બધા લોકોએ ફરજિયાત કોરોના વેક્સિન લેવી પડશે, ભારતના રાજ્યે લાગુ કર્યો નિયમ, ન લેનારની સામે કાર્યવાહી

Hiralal

Last Updated: 05:50 PM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખતા પુડુચેરી સરકારે એક મોટો નિર્ણય લેતા તત્કાળ અસરથી તમામ માટે કોરોના વેક્સિન ફરજિયાત કરી દીધી છે.

  • કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં લાગુ પડ્યો નિયમ
  • બધા લોકોએ લેવી પડશે કોરોના વેક્સિન
  • વેક્સિન ન લેનાર લોકોની સામે થશે કાનૂની કાર્યવાહી
  • ઓમિક્રોનની એન્ટ્રી અટકાવવા સરકાર કટિબદ્ધ 

કેન્દ્ર શાસિત પ્રદેશ  પુડુચેરીમાં 4 ડિસેમ્બરથી કોવિડ વેક્સિન  ફરજિયાત બનાવી દેવાયું છે અને તે સંબંધમાં આદેશ પણ બહાર પાડી દેવાયા છે. નવા આદેશમાં કહેવાયું કે હેલ્થ એક્ટ 1973 માં જણાવ્યાનુસાર હવેથી તમામ લોકોએ કોરોના વેક્સિન ફરજિયાત લેવી પડશે, કોરોના વેક્સિન ન લેનાર લોકોની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 
 


વેક્સિન ન લેનાર લોકોની સામે કાનૂની કાર્યવાહી
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ડિરેક્ટર જી.શ્રી રામુલુએ નવો આદેશ જારી કરતા જણાવ્યું કે રાજ્યમાં હવે વેક્સિનેશન તત્કાળ અસરથી અનિવાર્ય કરી દેવાયું છે. તમામ લોકોએ વેક્સિન લેવી પડશે અને જે લોકોએ વેક્સિન નહીં મૂકાવે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 
શું દેશ આખામાં લાગુ પડાશે આ નિયમ 
ભારતમાં ઓમિક્રોનના કેસ વધતા જાય છે અને તેને કારણે ક્યાંય બાજી ન બગડે તે માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો વેક્સિનેશનને ફરજિયાત કરવાની વિચારણા કરી રહ્યાં છે. ભારતના બીજા રાજ્યો પણ આ નિયમ લાગુ પાડે તે જરુરી છે. 

ભારતમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના 5 કેસ થયા
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અત્યાર સુધી5  કેસ થયા છે. સૌથી પહેલા બે કેસ કર્ણાટકમાંથી નોંધાયા છે ત્યાર બાદ ગુજરાતના જામનગરનો એક વ્યક્તિનો પણ ઓમિક્રોન ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને હવે મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટનો ચોથો કેસ નોંધાયો છે. મુંબઈ બાદ દિલ્હીમાંથી પણ રવિવારે ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ