બ્રેકિંગ ન્યુઝ
VTV / Covid vaccination for 12-14 age-group likely to start from March: NTAGI chief Dr NK Arora
Hiralal
Last Updated: 05:45 PM, 17 January 2022
ADVERTISEMENT
રસીકરણ અંગે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના ચીફ એન.કે.અરોરાએ આ જણાવ્યું છે કે દેશમાં માર્ચ મહિનાથી 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થઈ જશે. હાલમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે 12થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ કરવાની દિશામાં અભિયાન શરુ કરાયું છે જે ખરેખર પ્રશંસનીય છે.
માર્ચની શરુઆતમાં શરુ થશે 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન
ADVERTISEMENT
એન.કે.અરોરાએ જણાવ્યું કે માર્ચની શરુઆતમાં શરુ થશે 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થશે. NTAGIએ જાન્યુઆરીના અંત સુધીમાં 15 થી 18 વર્ષની વયના તમામ ૭૪ મિલિયન કિશોરોને ફેબ્રુઆરીમાં બીજો ડોઝ આપવા માટે રસીનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાનને 1 વર્ષ પુરુ થયું
ભારતમાં રસીકરણ અભિયાનની શરુઆતને એક વર્ષ પુરુ થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે રસી 1 અબર 56 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોના રસીકરણની શરુઆત થઈ હતી. હવે માર્ચથી 12થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરુ થશે. આ જાણકારી કોરોના પર બનેલા નેશનલ ટેક્નિકલ એડવાયજરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનના ચેરમેન ડો. એન કે અરોડાએ આપી છે. અરોડાએ કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત અથવા માર્તની શરુઆતથી 12થી 14 વર્ષના બાળકો આપવામાં આવશે.
3.31 કરોડ બાળકોને લાગી ચૂકી છે વેક્સિન
બાળકો માટે 3 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત 15થી 18 વર્ષના 3.31 કરોડ બાળકોને અત્યાર સુધી રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. આંકડા મુજબ 13 દિવસમાં આ ઉંમરના 45 ટકા બાળકો કવર થઈ ચૂક્યા છે. ડો. અરોડાએ કહ્યું કે 15થી 17 ની ઉંમરના દેશમાં 7.4 કરોડ બાળકો છે. અમારો હેતુ આ તમામને જાન્યુઆરીના અંત સુધીમાં રસીનો પહેલો ડોઝ ઉપલબ્ધ કરાવવાનો છે. આ બાદ અમે બીજા ડોઝ માટે ફેબ્રુઆરીમાં અભિયાન ચલાવશું. ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ડોઝનું લક્ષ્ય પુરુ કરીશુ. એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે 12થી 14 વર્ષની વચ્ચેના બાળકોને ફેબ્રુઆરીના અંત અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં રસી આપવી શરુ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.