બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / COVID 19 corona virus respiratory tract viruse ICMR Virus Alert india corona corona updates coronacases

ઍલર્ટ / માત્ર કોરોના જ નહીં, દેશમાં ફેલાઇ રહ્યાં છે આ 5 પ્રકારના વાયરસ! ભૂલથી પણ દેખાય આ લક્ષણ તો તુરંત..., IMCRએ આપી સલાહ

Pravin Joshi

Last Updated: 10:43 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICMR દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તમામ વાયરસના લક્ષણો ખૂબ સમાન છે. જો કોઈ વ્યક્તિને તેના લક્ષણો ત્રણ કે ચાર દિવસથી વધુ દેખાય છે. તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

  • દેશમાં એક નહીં પરંતુ પાંચ વાયરસ ફેલાયા
  • ICMR દ્વારા આ માહિતી આપવામાં આવી
  • આ તમામ વાયરસના લક્ષણો ખૂબ સમાન 

કોરોના વાયરસ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સહિત વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં ફરી કોરોના કેસમાં ધરખમ વધારો થતો દેશભરમાં ચિંતા પ્રવર્તી છે. આ વચ્ચે હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર વાંચી તમને કદાચ આંચકો લાગશે. પરંતુ આ પણ એક સત્ય છે. હાલમાં એક માહિતી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોના એક જ વાયરસ નહીં પરંતુ એકસાથે પાંચ પાંચ વાયરસ ફેલાઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માહિતી આપી છે કે હાલમાં દેશમાં પાંચ વાયરસ ફેલાઈ ચૂક્યા છે. 

તમામ વાયરસના લક્ષણો ખૂબ સમાન 

ICMR એ દેશભરમાં ફેલાયેલા તેના 30 થી વધુ કેન્દ્રો પર ચેપગ્રસ્ત દર્દીઓના નમૂનાઓની તપાસ કર્યા પછી કોરોના વાયરસની સાથે A પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા અને B પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા એટલે કે યામાગાટા અને વિક્ટોરિયા વાયરસના ફેલાવાની પુષ્ટિ કરી છે. ICMRએ કહ્યું કે દેશમાં 30 અલગ-અલગ સ્થળોએ એક સર્વેલન્સ નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં દર્દીઓના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અહીં પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં, 0.1 ટકાને ગૌણ ચેપ એટલે કે એક કરતા વધુ વાયરસથી ચેપ લાગ્યો હતો. જ્યારે 10 સેમ્પલમાં H3N2, 18માં વિક્ટોરિયા વાયરસની ઓળખ કરવામાં આવી છે. ICMR દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તમામ વાયરસના લક્ષણો ખૂબ સમાન છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિને તેના લક્ષણો ત્રણ કે ચાર દિવસથી વધુ દેખાય છે, તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 

લક્ષણો શું છે ?

ઈન્ફલ્યુએન્ઝા ચેપની વહેલી તપાસ વાયરસને વધુ ખરાબ થતા અટકાવી શકે છે અને દર્દીની સારવાર ટૂંક સમયમાં થઈ શકે છે. આ વાયરસના સામાન્ય લક્ષણોમાં તાવ, શરદી, ગળામાં દુખાવો, ઉધરસ, શરદી, થાક અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે ઈન્ફલ્યુએન્ઝા વાયરસે હવે સ્થાનિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. એટલે કે તે હંમેશા પર્યાવરણમાં રહે છે. તેની ટોચ વર્ષમાં બે વાર ચોમાસા અને શિયાળામાં જોવા મળે છે. જેના પગલે હવે તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. સમયસર યોગ્ય સારવાર તમને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ