cousin brother gang rape on minor in navsari Gujarat
સલામત ગુજરાત? /
શરમજનક : નવસારીમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના, પિતરાઈ ભાઈઓ પર ગેંગરેપનો આરોપ
Team VTV01:34 PM, 09 Oct 20
| Updated: 01:37 PM, 09 Oct 20
હાથરસની ઘટના હજુ દેશને હચમચાવી રહી છે ત્યારે નવસારીમાં 12 વર્ષની બાળકી પર તેના જ પિતરાઈ ભાઈઓ દ્વારા સામૂહિત દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકીઓ ક્યાંય સલામત નથી તે જાય તો ક્યાં જાય?
નવસારીમાં 12 વર્ષીય દીકરી સાથે સામુહિક દુષ્કર્મ
પિતરાઇ ભાઇઓએ જ દુષ્કર્મ આચર્યું
પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી
ભલે કુટુંબીજનો કે સગા વાહલાઓ પર વિશ્વાસ ની દોર મુકવામાં આવતી હોય પણ દીકરી ઓની જાતીય સતામણી અને દુષ્કર્મ ના કિસ્સાઓમાં નજીકની યક્તિઓ હોય એવા દાખલાઓ બનતા આવ્યા છે નવસારીના ખેરગામ તાલુકામાં ત્રણ પિતરાઈ ભાઈઓ દુષ્કર્મ કરી ને કાયદાના સંઘર્ષ માં આવી ગયા છે.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં બળાત્કાર ની પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેનો ભાંડો ત્યારે ફૂટ્યો કે 12 વર્ષીય બાળકી નો માસિકધર્મ ન આવતા વલસાડ સિવિલ માં દાખલ કરવી પડી જ્યા માતા પિતાએ પૂછપરછ કરતા નજીકના પિતરાઈ ભાઈઓએ ગેગરેપ કર્યાનો તથ્ય બહાર પડતા પગ નીચે થી જમીન સરકી ગયાનો એહસાસ થયો હતો ગેગરેપ કરનાર 3 ઈસમો કાયદાના સંઘર્ષ આવી ગયા છે જોકે નાની ઉંમરે આવું શૂળ ચઢે તે સમાજ માટે અને પરિવાર માટે ઘાતક પુરવાર થઈ રહ્યું છે
નજીકના યક્તિ ગણાતા લોકો પર વિશ્વાસ કરવો ભારે પડી શકે છે બાળકી ના ઘરમાં ઘુસી ને એક પછી એક ઈસમ બાળકીને પીખી નાખતા હતા અને કોઈ કૃત્ય ના કર્યું હોય એવું રોજીંદુ જીવન ગુજરવાનું ચાલુ કરી દીધું હતું પરંતુ બાળકી ને ગર્ભ રહી જતા તમામ પિતરાઈ ભાઈ કૃત્ય બહાર આવ્યું છે જોકે તમામ લોકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય ત્યારે શુ કહેવું અને શું ના કહેવું એ સમજ ની બહાર ની વાત છે પણ પારકા કરતા પોતાના વાર કરી ને નારકાગાર તરફ ધકેલી દે એ ચોક્કસ છે
માણસાઈ ને કલંકિત કરતા બનાવો સામે હાથ પર હાથ ધરીને બેસી રહેવા કરતા પહેલા નાબાલિકો ને શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળાઓમાં સેમિનાર કરીને દુષ્કર્મ કરવું એ યોગ્ય નથી તેમજ સાચું માર્ગદર્શન કરવું એ સમયનો તકાજો બન્યો છે આવું જો ન કરવામાં આવે તો દીકરીઓએ ઘર માંથી બહાર નીકળવું અઘરું સાબિત થશે શિક્ષણ વેવસ્થાઓ માં ફેરફાર કરીને માનસિક વિકૃતિ દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ