બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Court convicts 2 accused in murder case after rape of mother and child in Pandesara, Surat

BIG NEWS / સુરતનાં નરાધમને લટકાવી દેવાશે ફાંસીએ, માતા અને દીકરી પર દુષ્કર્મ આચરી કરી હતી હત્યા

ParthB

Last Updated: 01:53 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત શનિવારે સુરતના પાંડેસરામાં માતા-બાળકી પર રેપ બાદ હત્યાના કેસ મામલે કોર્ટે 2 આરોપીને દોષિત ઠેરવ્યા છે. જેમાં આજે કોર્ટે એક આરોપીને ફાંસી, એકને આજીવન કેદ સજા ફટકારી છે

  • સુરતના રેપ વિથ ડબલ મર્ડર કેસ મામલો
  • કોર્ટે 2 આરોપીને દોષિત ઠેરવ્યા હતાં. 
  • એક આરોપીને ફાંસી, એકને આજીવન કેદ

સુરતના પાંડેસરામાં માતા-બાળકી પર રેપ બાદ હત્યાના કેસ મામલે ગત શનિવારે કોર્ટે હર્ષસહાય ગુર્જર તથા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા. અને કોર્ટ 7 માર્ચે સજા  સંભળાવશે તેમ જણાવ્યું હતું ,જેમાં આજે દુષ્કર્મના દોષિત હર્ષ ગુર્જરને ફાંસીની સજા સંભળાવી છે.અને હર્ષ ગુર્જરને મદદ કરનારા મિત્ર હરિઓમને આજીવન કેદ સજા સંભળાવી છે.આપને જણાવી દઈયે કે, આ કેસની ફરિયાદ સુરતના પાંડેસરા પોલીસ મથકે 6 એપ્રિલ 2018ના રોજ નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં આરોપીએ માસૂમ બાળકી અને માતાનો રેપ કરી બાદમાં તેમની હત્યા કરી લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી.  

કેવી રીતે પોલીસે ભેદ ઉકેલ્યો?

સચિન PI કે.બી. ઝાલાએ આ કેસ મામલે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પાંડેસરામાં ફરજ બજાવતા હતા, તે સમયે 4 દિવસની અંદર જ બાળકી અને માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બન્નેની ઓળખ માટે પોલીસ દ્વારા 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડીને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમાં સફળતા ન મળી. બાદમાં એક 56 સેકન્ડના CCTV ફૂટેજમાં કાળા કલરની કારની ઓળખ થયા બાદ આખો કેસ ડિટેક્ટ થયો હતો.

આરોપીએ એવા ખુલાસા કર્યા કે પોલીસ પણ ચોંકી ઉઠી

દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી પોલીસના ઝપટે ચડી ગયો હતો. તેની પૂછપરછમાં એવા ખુલાસા થયા કે ખુદ પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ. રાજસ્થાનના એક ગામમાંથી માતા અને તેની દીકરીને કામ અપાવવાના બહાને સુરતના કામરેજ ગામે લવાયા હતા. તેને કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ અપાવવામાં આવ્યું હતું. 

શું હતો સમગ્ર મામલો ?

હર્ષસહાય ગુર્જરે મહિલાને 35 હજાર રૂપિયામાં ખરીદી હતી. તેને પોતાની સાથે પાંડેસરા રહેવા લઈ આવ્યો હતો. જ્યાં બીજી મહિલાના આવવાથી હર્ષ અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં હતા. જેને લઇને આરોપીએ ગળે ફાંસો આપીને મહિલાની હત્યા કરી નાખી હતી. તેના મૃતદેહને એરપોર્ટ રોડ પર ઝાડીમાં ફેંકી દીધી હતી. તો માસૂમ દીકરીને પોતાના જ ઘરે જ રાખતો હતો. તેમ છતા તે ડરના માહોલમાં હતો જેને લઇને નરાધમે બાળકીની પણ હત્યા કરી નાખી અને ઘરથી થોડે દૂર ફેંકી દીધી હતી. બાળકીનું પોસ્ટમોર્ટમ કરતા તેની સાથે ગંભીર રીતે સતત દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આ ઘટના સામે આવતા હર્ષ ગુર્જર પરિવાર સાથે પોતાના વતન ચાલ્યો ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ