બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Court approves remand of TMC leader Saket Gokhale

એક્શન / મોરબી દુર્ઘટના મામલે ખોટું ટ્વીટ કરવાનો મામલો, TMC નેતા સાકેત ગોખલેના 2 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર, જાણો કેસ

Malay

Last Updated: 09:06 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ફેક ટ્વિટ કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાંથી ધકપકડ કરાયા બાદ મેટ્રો કોર્ટે સાકેત ગોખલેના 2 દિવસના મંજૂર કર્યા છે.

 

  • મોરબી દુર્ઘટના મામલે ખોટું ટ્વીટ કરવાનો મામલો 
  • TMC નેતા સાકેત ગોખલેના કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર 
  • મેટ્રો કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર 

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને RTI એક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટથી ધરપકડ કરી હતી. સાકેત ગોખલેની ધરપકડ બાદ તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબી દુર્ઘટના મામલે ખોટું ટ્વીટ કરવા મામલે TMC નેતા સાકેત ગોખલેના મેટ્રો કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે 8 ડિસેમ્બર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

સાંસદ ડેરેક ઓ બ્રાયને ધરપકડની આપી હતી જાણકારી 
TMCના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને સાકેત ગોખલેની ધરપકડની જાણકારી આપી હતી. સાકેત ગોખલે પર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. TMCના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે, સાકેત સોમવારે રાત્રે 9 વાગ્યે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યો હતો અને ત્યાં ઉતરતાની સાથે જ સાકેતની રાહ જોઈ રહેલી ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. એ પછી મંગળવારે સવારે 2 વાગ્યે એમને તેની માતાને ફોન કરીને પોતાના ધરપકડની જાણ કરી કરતાં લાગ્યું હતું કે તેને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. 

 

ફોન સહિતનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યોઃ બ્રાયન
આ સિવાય તેની ધરપકડ દરમિયાન પોલીસે તેને બે મિનિટનો ફોન કોલ કરવાની મંજૂરી આપી હતી અને એ પછી ફોન સહિતનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિશે વધુ વાત કરતાં બ્રાયને કહ્યું હતું કે, 'મોરબી બ્રિજ દુર્ઘટના અંગે અમદાવાદ સાયબર સેલમાં તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે અને આ બધું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચૂપ નહીં કરાવી શકે.' આ સાથે જ તેમણે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. 
 

સાકેત ગોખલેએ કર્યો હતો આવો દાવો
સાકેત ગોખલેએ 1 ડિસેમ્બરે એક ગુજરાતી અખબારનું કટઆઉટ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, જેમાં આરટીઆઈના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે પીએમ મોદીની મોરબી યાત્રા માટે થોડાક કલાકો માટે 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આને લઇને સાકેત ગોખલે પર કેસ નોંધાયો હતો અને તેના પર ખોટી જાણકારી ફેલાવવાનો આરોપ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ