દેશમાં છેલ્લા કેટલાક દિવસથી જીવ જોખમમાં મૂકીને બાઈક પર રોમાન્સની ઘટનાઓ વધી રહી છે જે જીવલેણની સાથે સાથે શરમજનક પણ છે.
ખુલ્લમ ખુલ્લા પ્રેમનો વધુ એક વીડિયો વાયરલ
અજમેરમાં કપલ બાઈક પર થયું ઈન્ટીમેટ
વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી
પ્રેમનો મહિના ગણાતા ફેબ્રુઆરીમાં બાઈક રોમાન્સની ઘટનાઓ વધી રહી છે. લોકો જીવ જોખમમાં મૂકીને પણ રસ્તા પર ચાલુ વાહને રોમાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. હજુ હમણાં જ લખનઉમાં આવી ઘટના બની હતી જે પછી પણ દેશમાં છુટછવાઈ ઘટના બની હતી હવે રાજસ્થાનના અજમેરમાં પણ બાઈક પર ખુલ્લમ ખુલ્લા પ્રેમનો વીડિયો વાયરલ થયો છે.
શું કર્યું કપલે
અજમેરમાં 6 ફેબ્રુઆરીની રાત્રે, એક કપલ રિજનલ કોલેજ ના આંતરછેદથી નૌસર ઘાટ સુધીની ચાલતી બાઇક પર રોમાન્સ કરતું નજરે ચડ્યું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. અજમેરના ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશને આ મામલાની નોંધ લઈને બાઈક સવાર દંપતી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે મોડી સાંજે બાઇક પણ કબ્જે કરી છે. હવે પોલીસ આ પ્રેમી યુગલ સામે કાર્યવાહી કરશે. પોલીસે દંપતીની ઓળખ પણ કરી લીધી છે.
પોલીસે પ્રેમી યુગલ સામે દાખલ કર્યો કેસ
પ્રેમીનું નામ સાહિલ છે. તે અજમેરનો રહેવાસી છે. તેણે પોતાની બાઈક પર જે યુવતી સાથે રોમાન્સ કર્યો હતો તેની ઓળખ પણ જાહેર થઇ ગઇ છે. પોલીસે બંને કપલની પૂછપરછ કરી છે. બંને પર આઈપીસીની કલમ 336, 279 અને 294 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. કલમ 336માં અન્ય વ્યક્તિના જીવનને જોખમમાં મૂકવા બદલ સજાની જોગવાઈ છે. બેદરકારી બદલ કલમ 336 લાગુ કરવામાં આવી છે. જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરવા બદલ કલમ 294 હેઠળ કેસ નોંધવામાં આવે છે.
લખનઉમાં સ્કૂટી અને કાર પર રોમાન્સ
યુપીના લખનઉમાં પણ થોડા સમય પહેલા બાઈક રોમાન્સની ઘટના બની હતી. લખનઉના પોશ વિસ્તાર લોહિયા પથ પર સનરૂફમાંથી ડોકિયું કરતી વખતે આ કપલે રોમાન્સ કર્યો હતો. લખનઉનું સ્કૂટી કાંડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. લખનઉ પોલીસે મોટર વ્હીકલ એક્ટ તોડવા અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં સ્કૂટી પર સવાર યુવકની ધરપકડ કરી હતી.