બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Politics / Country's richest woman Savitri Jindal resigned from Congress

લોકસભા ચૂંટણી 2024 / લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ફટકો, દેશની સૌથી ધનિક મહિલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું, જાણો તેમની નેટવર્થ

Priyakant

Last Updated: 10:50 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Savitri Jindal Latest News: દેશની સૌથી ધનિક મહિલા મોટા અબજોપતિઓને પણ આપે છે ટક્કર, 10 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા અને હવે કોંગ્રેસને કહ્યું બાય-બાય

Savitri Jindal : લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી.  

સાવિત્રી જિંદાલે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી અને લખ્યું કે, મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. તેમણે આગળ લખ્યું કે, હું કોંગ્રેસ નેતૃત્વ અને મારા તમામ સાથીદારોના સમર્થન માટે હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.

રૂ. 2 લાખ કરોડથી વધુ છે સાવિત્રી જિંદાલની નેટવર્થ 
સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલાઓમાં ટોચ પર છે, તેમની ઉંમર 84 વર્ષ છે અને તે જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ 28 માર્ચ, 2024 સુધીમાં સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $29.6 બિલિયન છે. જે ભારતીય રૂપિયામાં લગભગ 2.47 લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં 56માં સ્થાને છે. 

કેવી રહી છે સાવિત્રી જિંદાલની રાજકીય કારકિર્દી ? 
ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે 10 વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી. 2005માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી જિંદાલ હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેઓ 2009માં હિસારથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર 2013માં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2006માં તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું પરંતુ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો.

વધુ વાંચો: 'કોણ સાચું, કોણ ખોટું એ અલગ વાત છે પરંતુ...', હમાસ સાથે જંગ વચ્ચે ઇઝરાયલ પર ભારતનું મોટું નિવેદન

ઘણા દેશોમાં છે જિંદાલ ગ્રૂપનો બિઝનેસ
ઓપી જિન્દાલ ગ્રૂપનો બિઝનેસ આજે ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. જેમાં સ્ટીલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ અને પેઇન્ટ સેક્ટરનો સમાવેશ થાય છે. JSW ગ્રુપ માત્ર દેશમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ મોટો બિઝનેસ ધરાવે છે. કંપની અમેરિકા, યુરોપ અને યુએઈથી ચિલી સુધી બિઝનેસ કરે છે. સાવિત્રી જિંદાલ પહેલા તેમના પુત્ર નવીન જિંદાલ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL)ના ચેરમેન નવીન જિંદાલ કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, નવીન જિંદાલ 2004 થી 2009 અને 2009 થી 2014 સુધી કુરુક્ષેત્રથી કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ