બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Counterfeit drugs exposed in the country, the government issued an alert, did you not have it?

પર્દાફાશ / દેશમાં નકલી દવાઓનો પર્દાફાશ, સરકારે જારી કર્યું એલર્ટ, તમારી પાસે તો આવી નથીને?

Vishal Khamar

Last Updated: 04:29 PM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ થયો છે. નકલી દવાઓ નામાંકિત કંપનીઓના બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવતી હતી. સેન્ટ્રલ ડ્રગ એજન્સીએ દેશભરના ડ્રગ લાયસન્સ સત્તાવાળાઓને એલર્ટ કરી દીધા છે.

  • દેશભરમાં નકલી દવાઓનાં રેકેટના પર્દાફાશ
  • નામાંકીત કંપનીઓના બ્રાન્ડ નેમ હેઠળ બનાવવામાં આવતી હતી દવાઓ
  • દેશભરના ડ્રગ લાયસન્સ સત્તાવાળાઓને એલર્ટ 

 દેશમાં નકલી દવાઓના રેકેટના પર્દાફાશ થયો છે. આ નકલી દવાઓ નામાંકિત કંપનીઓના બ્રાન્ડ નેમ હેઠળ  બનાવવામાં આવતી હતી. સેન્ટ્રલ ડ્રગ એજન્સીએ આ અંગે દેશભરના ડ્રગ લાયસન્સવાળાઓને એલર્ટ કરી દીધા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અનુસાર આ બનાવટી દવાઓ ત્રિજલ ફોર્મ્યુલેશન, બદ્દી દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા વીજી સોમાની દ્વારા હિમાચલના ડ્રગ કંટ્રોલર નવનીત મારવાહ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પછી 1 ડિસેમ્બરે વી.જી સોમાણી દ્વારા જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

કઈ કઈ કંપનીઓનાં નામનો થતો હતો ઉપયોગ
22 અને 24 નવેમ્બરની વચ્ચે, ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને બદ્દી સ્થિત ત્રિજલ ફોમ્ર્યુંલેશનના એક કાર, બે ગોડાઈન અને અનઅધિકૃત ઉત્પાદન એકમમાંથી આ નકલી દવાઓ રિકરવ કરી છે. 
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે નકલી દવાઓની કુલ કિંમત એક કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ત્યારે જપ્ત કરેલી દવાઓમાં મોન્ટેર, એટોર્વા, રોઝડે, ઝીરોડોલ, ટીએચ24, ડાયટોર, ડિલજેમ એસઆર, યુવિસ્પાસ અનો બાયોડી3 કેપ્સ્યુલ્સ છે. જે કંપનીઓના નામે નકલી દવાઓ બને છે તેમના નામ સિપ્લા, ઝાયડસ કેડિલા, યુએસવી પ્રાઈવેટ લિમિટેડ અને આઈપીસીએ છે.

ઝડપાયેલ નકલી દવાઓ બજારમાં હોઈ શકે છે
નકલી દવાઓ બજારમાં હોઈ શકે છે જે નકલી દવાઓને જથ્થો ઝડપાયો છે એવી આશંકા છે કે તેમાંથી મોટી સંખ્યામાં બજારમાં હાજર છે. દરોડા દરમ્યાન આ બનાવટી દવાઓ પૈકી મોન્ટેર-10 ટેબ્લેટની 2.89 લાખની ગોળીઓ(અસ્થમાંને રોકવા માટે વપરાય) જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય 1.90 લાખ ગોળીઓ ઝીરોડોલ TS4 ની છે. જેનો ઉપયોગ સ્નાયુઓની સારવારમાં થાય છે. 32,500 ગોળીઓ એટોર્વા-10 ની છે અને 1.63 લાખ ટેલ્બેટ રોઝડે-10 ની છે. આ બંને કોલેસ્ટ્રોલ માટે આપવામાં આવે છે. ઉપરાંત બાયોડી-3 પ્લસની 1300 થી વધુ કેપ્સ્યુલ્સ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. જે વિટામિન ડી પૂરક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ