બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Cotton prise have stabilized at Rs 2,446 to Rs 2,700 in Rajkot Market Yard

જગતનોતાત ખુશખુશાલ / ગુજરાતનાં ખેડૂતોનું 'સફેદ સોનું' જોરદાર તેજીમાં! સૌરાષ્ટ્રમાં જુઓ શું ચાલી રહ્યા છે કપાસના ભાવ

Kishor

Last Updated: 07:00 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપાસની માંગમાં આવેલ ઉછાળાને લીધે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના મણના ભાવ રૂ, 2446થી 2700 રૂપિયાએ પહોંચ્યા છે

  • કપાસના મણના ભાવ રૂ, 2446થી 2700
  • રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની સતત આવક
  • હજુ એક માસ સુધી રહેશે કપાસની સીઝન 

સૌરાષ્ટ્રના મહત્વના પાક ગણાતા કપાસના ભાવમા આગઝરતી તેજી આવી છે. જેંને પગલે ધરતીપુત્રોમાં ભારે આનંદ છવાયો છે. વૈશ્ચિક બજારમાં કપાસની માંગ સામે ઉત્પાદન ઓછું હોવાથી કપાસના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જે ને પગલે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના મણના ભાવ રૂ, 2446થી 2700 રૂપિયાએ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે દાયકાભરના ભાવોની સરખામણીએ આ ભાવ મહત્વના ગણવામાં આવી રહ્યા છે. 

વેપારીઓની સતત લેવાલીને લીધે ભાવમાં તેજીના પ્રાણ પુરાયા 
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકનું ઉત્પાદન  ઘટ્યું છે. જેનું મુખ્ય કારણ છે કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ. કપાસના પાકમાં ગુલાબી ઈયળના  ઉપદ્રવને લીધે ખેડૂતો કપાસના ઉત્પાદનથી મ્હોં ફેરવી રહ્યા છે. ઉપરાંત વૈશ્ચિક બજારમા પણ અનેક પ્રતિકૂળતાને પગલે કપાસનુ ઉત્પાદન ઓછુ થયું છે. જેની સરખામણીએ માંગ વધતા કપાસના ભાવમાં ઉછાળો થયો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં વેપારીઓની સતત લેવાલીને લીધે કપાસના ભાવમાં તેજીના પ્રાણ પુરાયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની સતત આવક વચ્ચે કપાસના મણના ભાવ રૂ, 2446થી 2700 રૂપિયા સુધી બોલાયા હતા. આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે હજુ એક માસ સુધી કપાસની સીઝન ચાલુ રહેશે. 

કપાસની નિકાસ આ વખતે વધવાની શકયતાઓ
હાલ વિશ્વના દેશોમાં ભારત, અમેરિકા તથા પાકિસ્તાન રૂ ગાંસડી નિકાસ કરી રહ્યું છે. ત્યારે વિશ્વના અન્ય દેશોમાં રૂનું ઉત્પાદન ઘટયું છે. હાલ ભારત તથા અમેરિકા વિશ્વના દેશોમાં રૂની ગાંસડી નિકાસ કરી રહ્યાં છે. તેવા સંજોગો વચ્ચે વિશ્વમાં કપાસ ઉત્પાદનની ખેંચને પગલે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. તો આગામી સીઝનમાં કપાસના વાવેતરમાં પણ નોંધપાત્ર ઉછાળો આવે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. કપાસની નિકાસ આ વખતે વધવાની શકયતાઓ છે. 

કપાસના ભાવમાં તેજી કેમ?

  • કપાસનું વાવેતર ધારણા કરતા ઓછું થાય તેવા અહેવાલો હતા
  • અમેરિકામાં દુષ્કાળની અસર વધી રહી હોવાનું પણ કારણ જવાબદાર
  • કપાસ ઉગાડતા ટેક્સાસમાં વરસાદ જોઇએ તેવો નથી પડતો 
  • અમેરિકાના અન્ય વિસ્તારમાં અપૂરતા વરસાદની સમસ્યા 
  • ન્યૂયોર્કમાં રૂ ના વાયદામાં સતત તેજી થઇ રહી છે
  • વિશ્વમાં કપાસનું વાવેતર કરનારા પાંચ દેશોમાં ભારતનો ક્રમ પહેલો છે
  • ભારતમાં કપાસનું વાવેતર વધ્યું છે 
  • ચીનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે સાથે વાતાવરણ પણ અનુકુળ નથી
  • કપાસ માટે બ્રાઝિલ અને પાકિસ્તાનની સ્થિતિ પણ જોઇએ તેવી સારી નથી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ