IIT કાનપુરના વરિષ્ઠ પ્રોફેસર અગ્રવાલે દાવો કર્યો છે કે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ટોચ પર હશે.
કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ટોચ પર હશે
નિષ્ણાંતોના અનુસાર સાઉથ આફ્રિકાની જેમ ભારતમાં પણ કેસો વધશે.
ત્રીજી લહેરથી ભીડવાળા વિસ્તારોથી બને એટલું દૂર રહેવા જણાવ્યું
કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ટોચ પર હશે
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વધી રહેલા સંક્રમણ અને તેની સાથે વધતા નિયંત્રણો વચ્ચે IIT કાનપુરના વરિષ્ઠ પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી વેવની ફેબ્રુઆરીમાં ટોચ પર હશે, પરંતુ આ વખતે ન તો દર્દીઓની સંખ્યા વધુ હશે અને ન તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. અગ્રવાલે એ પણ જણાવ્યું કે ફેબ્રુઆરી પછી ઓમિક્રોનની લહેર ધીમે ધીમે ઓછી થવા લાગશે.
નિષ્ણાંતોના જણાવ્યા સાઉથ આફ્રિકાની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધશે.
પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે ગાણિતિક મોડલના આધારે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની સરખામણી ટાંકીને કહ્યું કે વસ્તી અને કુદરતી રોગપ્રતિકારક શક્તિના સંદર્ભમાં બંને દેશોની સ્થિતિ સમાન છે.17 ડિસેમ્બરે ઓમિક્રોન પીક પર હતું, હવે ત્યાં ઓમિક્રોનના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં કુદરતી રોગપ્રતિકાર શક્તિ 80 ટકા સુધી છે. તેના આધારે આપણે કહી શકીએ કે, સાઉથ આફ્રિકાની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધશે. પરંતુ મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ત્યાં દર્દીઓની સ્થિતિ થોડી ગંભીર દેખાઈ રહી છે.
ત્રીજી લહેરથી ભીડવાળા વિસ્તારોથી બને એટલું દૂર રહેવા જણાવ્યું
નોંધનીય છે કે, પ્રોફેસર અગ્રવાલ દ્વારા કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેર વિશે કરવામાં આવેલી આગાહી પણ એકદમ સચોટ હતી. અગ્રવાલે લોકોને કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે ઘરોમાં નવા વર્ષની ઉજવણી કરવાની સલાહ આપી છે. તેમણે ભીડવાળા વિસ્તારોથી બને એટલું દૂર રહેવા જણાવ્યું છે. તેમજ માસ્ક પહેરો અને સુરક્ષિત રહો.