બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / coronavirus cases at 8 months low active cases also goes below 1 lakh 90 thousand

રાહત / દેશમાં 8 મહિના બાદ કોરોનાને લઇને સૌથી મોટી રાહતના સમાચાર, જાણો તાજા આંકડા

Dharmishtha

Last Updated: 11:09 AM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત એક દિવસમાં કોરોનાના ફક્ત 13, 596 નવા કેસ મળ્યા છે. 230 દિવસ એટલે કે 8 મહિના બાદ એવું થયું છે જ્યારે કોરોનાના કેસમાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  • 230 દિવસ એટલે કે 8 મહિના બાદ એક્ટિવ કેસમાં આટલો મોટો ઘટાડો 
  • ગત 24 કલાકમાં કોરોનાના ફક્ત 13, 596 નવા કેસ
  • વીકલી પોઝિટિવિટી રેટ પણ તેજીથી ઘટતા 1.37 ટકા રહી ગયો

230 દિવસ એટલે કે 8 મહિના બાદ કેસમાં આટલો મોટો ઘટાડો 

દેશમાં કોરોનાના મામલા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત એક દિવસમાં કોરોનાના ફક્ત 13, 596 નવા કેસ મળ્યા છે. જેના કારણે એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે અને આ આંકડો હવે ફક્ત 1, 89, 694 રહ્યો છે. 230 દિવસ એટલે કે 8 મહિના બાદ એવું થયું છે જ્યારે કોરોનાના કેસમાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસમાં ઘટાડો અને સાજા થનારાની સંખ્યામાં વધારાના કારણે રિકવરી રેટ પણ તેજીથી વધી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ વધતા 98.12 ટકા થઈ ગયો છે. આ આકંડો ગત વર્ષ માર્ચના લેવલ પર પહોંચી ગયો છે.

24 કલાકમાં માત્ર 13 હજારની નજીક કેસ મળ્યા

આ તરફ દેશમાં 24 કલાકમાં માત્ર 13 હજારની નજીક કેસ મળ્યા છે તો બીજી તરફ 19, 582 લોકો સાજા થયા છે. એટલું જ નહીં અત્યાર સુધી કુલ કેસોની સરખામણીમાં એક્ટિવ મામલી ટકાવારી જોઈએ તો આ માત્ર 0.56 ટકા જ રહી ગયા છે. હાલમાં એક્ટિવ કેસ 1. 89 લાખ જ બચ્યા છે અને ગત 220 દિવસમાં  આ સૌથી ઓછા આંકડા છે. વીકલી પોઝિટિવિટી રેટ પણ તેજીથી ઘટતા 1.37 ટકા રહી ગયો છે. જે સતત 115 દિવસથી 3 ટકાથી ઓછો બનેલો છે. ડેલી પોઝિટિવિટી રેટ પણ ઓછો થતા 1.37 ટકા પર આવી ગયો છે.

દેશભરમાં 97.79 કરોડથી વધારે રસી લગાવાઈ ચૂકી છે

એક તરફ કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રસીકરણમાં તેજીના ચાલતા રાહત વધી છે. અત્યાર સુધી દેશભરમાં 97.79 કરોડથી વધારે રસી લગાવાઈ ચૂકી છે. આ અઠવાડિયે આ આંકડો એક અરબને પાર જઈ શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના રસીના દાયરામાં મોટી વસ્તીના આવવાના કારણે કોરોનાનું સંકટ ઓછુ થયુ છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ નવા કેસમાં ઘટાડો આવવાના ચાલતા રાહતનો દોર જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં ફેસ્ટિવલ સીઝન અને છુટછાટ અપાયા બાદ કેસોમાં ઘટાડો આવવાથી ત્રીજી લહેર ન આવવાની સંભાવના પણ વધી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ