બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / coronavirus modi government economic package rbi governor shaktikanta das press confrence

જાહેરાત / RBIનો મોટો નિર્ણય : રેપો રેટ ઘટાડીને 4% કરાયો, EMI ટાળવાનો સમય ૩ મહિના લંબાવાયો

Bhushita

Last Updated: 10:59 AM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્થિક પેકેજ મુદ્દે આજે RBIની પત્રકાર પરિષદ સવારે 10 શરૂ થઈ છે. જેમાં રેપોરેટના ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પત્રકાર પરિષદમાં MPC દ્વારા રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ EMI માં રાહત મળી શકશે. રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો, 4.4 ટકાથી ઘટીને રેપોરેટ 4 ટકા થયો. EMI પર 3 મહિનાની મુદત લંબાવવામાં આવી છે એટલે કે આ મુદતમાં ઓગસ્ટ મહિના સુધીની છૂટ અપાઈ છે.

  • RBI ગવર્નર શક્તિકાંત દાસની પત્રકાર પરિષદ
  • રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો
  • EMI માં રાહત મળી શકશે

EMI  પર ઓગસ્ટ મહિના સુધીની છૂટ

RBIનો રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા થયો છે. આ સાથે લોનના હપ્તા પર 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. મતલબ કે જો તમે આગામી 3 મહિના માટે તમારી લોનની ઇએમઆઈ નહીં આપો, તો બેંક દબાણ નહીં કરે. એટલે કે EMI  પર ઓગસ્ટ મહિના સુધીની છૂટ આપવામાં આવશે. 

MPC દ્વારા રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. EMIમાં પણ રાહત આપવામાં આવશે એમ જણાવાયું છે. રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો, 4.4 ટકાથી ઘટીને રેપોરેટ 4 ટકા થયો છે. રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે.

માર્ચમાં કેપિટલ ગુડ્સના ઉત્પાદનમાં 36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો આવ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં 17 ટકા ઘટાડો થયો હતો. ખરીફ વાવણીમાં 44 ટકાનો વધારો થયો હતો. ખાદ્યની મોંઘવારી એપ્રિલમાં વધીને 8.6 ટકા થઈ હતી. દાળની મોંઘવારી આવનારા મહિનામાં ખાસ ચિંતાની વાત થઈ હતી.  માર્ચમાં સિમેન્ટના ઉત્પાદનમાં 19 ટકાનો ઘટાડો થયો છે.

GDP ગ્રોથ નેગેટીવ રહેશેઃ RBI

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જીડીપી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં નકારાત્મક પ્રદેશમાં વૃદ્ધિ થઈ શકે છે. તેમણે કહ્યું કે સૌથી મોટો આંચકો ખાનગી કન્ઝપ્શનને થયો છે. માર્ચ 2020 માં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 33% ઘટાડો થયો હતો. વેપારી નિકાસ 30 વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી છે. લૉકડાઉનને કારણે આર્થિક ગતિવિધીમાં ઘટાડો થયો છે. 6 મોટા ઔદ્યોગિક રાજ્યોમાં વધારે રેડ ઝોન જોવા મળી રહ્યા છે. સરકારની આવક ઉપર અસર પડી છે, મોંઘવારી દર કાબુમાં રહેવાની આશા છે. માંગમાં ઘટાડો થવાના કારણે મોટી અસર જોવા મળી રહી છે. સર્વિસ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

રેપો રેટમાં  0. 4 ટકાના ઘટાડાનો નિર્ણય લેવાયો

MPC દ્વારા રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે. EMIમાં પણ રાહત આપવામાં આવશે એમ જણાવાયું છે. રેપોરેટમાં 40 બેસિસ પોઇન્ટનો ઘટાડો, 4.4 ટકાથી ઘટીને રેપોરેટ 4 ટકા થયો છે. રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં, બેંકોને ઓછા વ્યાજે લોન આપવામાં આવશે.  માર્ચ મહિનામાં આયાતમાં ઘટાડો થયો હોવાની અસર પણ અર્થવ્યવસ્થા પર જોવા મળી છે. લૉકડાઉનમાં આ બીજી વખત RBIએ રેપો રેટ પર કાતર ચલાવી છે. અગાઉ 27 માર્ચે રેપોરેટમાં 0.75નો ઘટાડો કર્યો હતો. 

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો

2020-21માં ભારતના વિદેશી મુદ્રા ભંડાર 9.2 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર હાલમાં 487 બિલિયન ડોલરનો છે. 15000 કરોડ રૂપિયાની ક્રેડિટ લાઈન એગ્ઝિમ બેંકને આપવામાં આવશે, સિડબીને આપવામાં આવેલી રકમનો ઉપયોગ આવનારા 90 દિવસ સુધી કરી શકાશે. 

 

સતિષ કાશીનાથ મરાઠેએ આપ્યા હતા આ સૂચનો

સતિષ કાશીનાથ મરાઠેએ કહ્યું હતું કે, 'રાહત પેકેજ સારી અને પ્રગતિશીલ વિચારસરણી છે, પરંતુ અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં બેન્કોને શામેલ કરવાની બાબતમાં તે નિષ્ફળ ગયું છે. ત્રણ મહિનાની મુદત પૂરતી નથી. એનપીએ, જોગવાઈમાં નરમાઇ વગેરે રાહત પેકેજનો ભાગ હોવો જોઈએ જેથી ભારતને ફરી એકવાર પ્રગતિના માર્ગ પર લઈ શકાય.

PM મોદીએ કરી હતી આર્થિક પેકેજની જાહેરાત

12 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી પ્રભાવિત દેશવાસીઓ અને અર્થવ્યવસ્થાને બચાવવા 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પછી, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચ દિવસ સુધી એક પ્રેસ કોન્ફરન્સમાં ઘણી ઘોષણા કરી, જેમાં એમએસએમઇઓને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવાની રજૂઆત હતી.

રિવર્સ રેપો રેટ ઘટાડાથી બેંકોને લાભ થશે. બેંકોને લોન મેળવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ 19 ના કારણે નાના અને મધ્યમ કદના કોર્પોરેટરોને ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેથી TLTRO 2.0 ની જાહેરાત કરવામાં આવી રહી છે. 50,000 કરોડથી શરૂ થાય છે. આ પછી, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તેને વધુ વધારવું જોઈએ. TLTRO 2.0 હેઠળ, કુલ રકમનો 50 ટકા ભાગ નાના, મધ્યમ કદના કોર્પોરેટ, એમએફઆઇ, એનબીએફસીમાં જશે.

અગાઉ પણ RBI ગર્વનરે બેંકોને આપી હતી આ સૂચના

કોરોનાને કારણે સમય પૂર્વે નાણાકીય નીતિ સમીક્ષા રજૂ કરતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે ટર્મ લોનના કિસ્સામાં ત્રણ મહિના માટે ગ્રાહકોની ઇએમઆઈ વસૂલ ન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. મુલતવી રાખેલ આ લોન પરત નહીં કરવા માટે આ એનપીએ ખાતું નહીં રાખવા બદલ બેંકોને છૂટ આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Economic Package PM modi Press conference RBI RBI Governor RBI ગર્વનર lockdown આર્થિક પેકેજ જાહેરાત પ્રેસ કોન્ફરન્સ Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ