બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / coronavirus latest update india reports

મોટી રાહત / ત્રીજી લહેર વચ્ચે આવ્યા રાહતના સમાચાર, દૈનિક કેસોમાં ઘટાડા સાથે મોતના આંકડા પણ ઘટ્યા

Pravin

Last Updated: 12:58 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના સંક્રમણ મામલામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ત્રીજી લહેર આવતા બગડેલી સ્થિતીમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. આંકડા મુજબ આજે દેશભરમાં સંક્રમણના 44,877 નવા કેસો સામે આવ્યા છે.

  • દેશમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
  • સ્થિતીમાં થઈ રહ્યો છે સુધારો
  • મોતનો આંકડો પણ ઘટ્યો

ભારતમાં કોરોના સંક્રમણ મામલામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ત્રીજી લહેર આવતા બગડેલી સ્થિતીમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. આંકડા મુજબ આજે દેશભરમાં સંક્રમણના 44,877 નવા કેસો સામે આવ્યા છે. જે બાદ કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,26,31,421 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 684 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મરનારા લોકોનો કુલ આંક 5,08,665 પર પહોંચી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5.37 લાખ થઈ ગયા છે.

 

દેશભરમાં રિકવરી રેટ વધ્યો

મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સંક્રમણથી 1,17,591 લોકો સાજા થઈ ગયા છે. જે બાદ કોરોનાથી અત્યાર સુધીમાં સાજા થનારાની સંખ્યા  4,15,85,711 થઈ ગઈ છે. તો વળી એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 5,37,045 થઈ ગઈ છે. જે કુલ કેસના 1.26 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.17 ટકા છે. જ્યારે વિકલી પોઝિટિવિટી રેટ 4.16 ટકા છે. દેશમાં રિકવરી રેટ હવે 97.55 ટકા થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં લગાવી 49 લાખ વેક્સિન

આ તમામની વચ્ચે ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે, દેશમાં શનિવારે કોરોના વાયરસ માટે 14,15,279 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જે બાદ દેશમાં સેમ્પલ ટેસ્ટીંગનો આંકડો હવે 75.07 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં અત્યાર સુધીામાં 172.81 કરોડ વેક્સિન ડોઝ લગાવામાં આવ્યા છે. બુધવારે 49,16,801 લાખથી વધારે લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. નવા આંકડા અનુસાર ભારતમાં કુલ વેક્સિનેશન આંકડા અત્યાર સુધીમાં 1,72,81,49,447 થઈ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ